Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી મૂળના ન્યૂઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ ઓપનર જીત રાવલે નિવૃત્તિ લીધી:10 હજારથી વધુ ફર્સ્ટ-ક્લાસ રન બનાવ્યા; પાર્થિવ પટેલનો સ્કૂલ ફ્રેન્ડ હતો

    6 hours ago

    ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 38 વર્ષના રાવલે 2026-27ની ડોમેસ્ટિક સીઝન પહેલાં આ નિર્ણય લીધો. અમદાવાદમાં જન્મેલા રાવલે ન્યૂઝીલેન્ડ માટે 2016થી 2020 વચ્ચે 24 ટેસ્ટ મેચ રમી હતી. તે 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) જીતનાર ન્યૂઝીલેન્ડની ટીમનો પણ ભાગ રહ્યો હતો. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તરીકે કામ ચાલુ રાખશે. તે પહેલેથી જ એક ઑડિટિંગ ફર્મમાં CA છે. પિતાનું સપનું પૂરું કરવા પરિવાર ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયો નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ એસોસિયેશનને આપેલા ઇન્ટરવ્યૂમાં જીત રાવલે કહ્યું કે ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમ માટે રમવું તેનું અને તેના પિતાનું બાળપણનું સપનું હતું. તેને પૂરું કરવાની તક આપવા માટે તેના પિતા આખા પરિવારને ન્યૂઝીલેન્ડ લઈ ગયા હતા. જીત રાવલે કહ્યું, "આ નિર્ણય લેતાં મને ગર્વ અને સંતોષની લાગણી થઈ રહી છે. બ્લેકકેપ્સ માટે રમવું મારું અને મારા પિતાનું સપનું હતું. મને આ તક આપવા માટે તેમણે આખા પરિવારને ન્યૂઝીલેન્ડમાં સ્થળાંતરિત કરવાનું મોટું પગલું ભર્યું." રાવલનો જન્મ અમદાવાદમાં થયો હતો. શાળાના દિવસોમાં તે ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટર પાર્થિવ પટેલ સાથે વિદ્યાનગર સ્કૂલમાં ક્રિકેટ રમતો હતો. બંને ઓપનિંગ કરતા હતા. કિશોરાવસ્થામાં રાવલનો પરિવાર ગુજરાતથી ઑકલેન્ડ સ્થળાંતરિત થયો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,432 રન અને 24 સદી રાવલે ડિસેમ્બર 2008માં ઑકલેન્ડ તરફથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામેની મેચથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 164 મેચમાં 10,432 રન બનાવ્યા. તેની સરેરાશ 37.66 રહી. આ દરમિયાન તેણે 24 સદી અને 50 અડધી સદી ફટકારી. ઓપનિંગમાં રેકોર્ડ: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 292 ઇનિંગ્સમાંથી 285માં ઓપનિંગ કર્યું. ઓપનર તરીકે 10,127 રન અને 23 સદી ફટકારી. પ્લન્કેટ શીલ્ડ: ન્યૂઝીલેન્ડની મુખ્ય સ્થાનિક ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટમાં 8,662 રન બનાવ્યા. તે તેના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેનાથી આગળ માઇકલ પેપ્સ (11,463), મેથ્યુ સિંક્લેર (8,842) અને પીટર ફુલ્ટન (8,719) છે. 10 હજાર રનનો રેકોર્ડ: ડિસેમ્બર 2025માં નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સની કેપ્ટનશિપ કરતાં જીત રાવલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર ન્યૂઝીલેન્ડનો 30મો ખેલાડી બન્યો. રાવલની છેલ્લી સ્પર્ધાત્મક મેચ માર્ચ 2026માં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ સામે નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સ તરફથી હતી. 2016માં ટેસ્ટ ડેબ્યૂ, 28 ઇનિંગ્સ બાદ ફટકારી પ્રથમ સદી રાવલે નવેમ્બર 2016માં પાકિસ્તાન સામે ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટથી ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે 24 ટેસ્ટમાં 1,143 રન બનાવ્યા. તેની સરેરાશ 30.07 રહી. ટેસ્ટ કારકિર્દીમાં તેણે એક સદી અને સાત અડધી સદી ફટકારી. પ્રથમ સદી ફટકારવા માટે તેને 28 ઇનિંગ્સની રાહ જોવી પડી. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 132 રન રહ્યો. 2019માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ખરાબ ફોર્મના કારણે તેને ન્યૂઝીલેન્ડની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. રાવલે બાદમાં કહ્યું હતું કે તે કેટલીક મેચોમાં ટીમની જરૂરિયાત મુજબ પ્રદર્શન કરી શક્યો નહોતો. જોકે, તેણે એ પણ જણાવ્યું હતું કે કેન વિલિયમસન, રોસ ટેલર અને અન્ય સિનિયર ખેલાડીઓએ સદી ફટકારી શક્યા ન હોવા છતાં તેમનું સમર્થન કર્યું હતું. રાવલ 2019-21ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલમાં ન્યૂઝીલેન્ડની ટીમનો ભાગ રહ્યો હતો. જૂન 2021માં ખિતાબ જીત્યા બાદ તે WTC ટ્રોફી સાથે દેશભરમાં યોજાયેલા વિક્ટ્રી પરેડમાં પણ સામેલ થયો હતો. કેપ્ટન તરીકે 13 વર્ષ બાદ પ્લંકેટ શીલ્ડનો ખિતાબ જીતાડ્યો નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સના કેપ્ટન તરીકે રાવલે 2024-25 સીઝનમાં ટીમને 13 વર્ષ બાદ પ્લન્કેટ શીલ્ડનો ખિતાબ અપાવ્યો. આ જીતમાં તેણે બેટિંગની સાથે બોલિંગમાં પણ યોગદાન આપ્યું. રાવલે પાર્ટ-ટાઇમ લેગ સ્પિનથી 14 વિકેટ ઝડપી. તેની બોલિંગ સરેરાશ 11.14 રહી. આ દરમિયાન તેણે પહેલીવાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી. નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સના ક્રિકેટ જનરલ મેનેજર ઇયાન સેન્ડબ્રુકે કહ્યું કે રાવલ ટીમ માટે અનુભવી ખેલાડી અને શાનદાર લીડર રહ્યા છે. તેમના રન, વિકેટ અને શાંત નેતૃત્વની ખોટ વર્તાશે. તેમણે રાવલને ઉત્તમ ટીમમેટ અને ભરોસાપાત્ર ખેલાડી પણ ગણાવ્યા.
    Click here to Read More
    Previous Article
    Metro Stations Close, Train Cancelled पर भड़के Dipke, 10 October Protest से पहले CJP ने क्या कहा?
    Next Article
    ધોળકા-ખેડા હાઈવે પરથી 1.47 કરોડના પોસડોડાનો જથ્થો ઝડપાયો:અમદાવાદ SOGએ 696 કિલો જથ્થો અને ટ્રક જપ્ત કરી રાજસ્થાનના ડ્રાઈવરને પકડ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment