Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપહરણનો આરોપી દોઢ માસ બાદ ઝડપાયો:હિંમતનગર ગ્રામ્ય પોલીસે અમદાવાદના ઓઢવથી પકડ્યો

    एक दिन पहले

    હિંમતનગર ગ્રામ્ય પોલીસે અપહરણના ગુનામાં દોઢ માસથી ફરાર આરોપીને અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે ભોગ બનનારને પણ શોધી કાઢ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અંતર્ગત ડિવિઝનલ પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન અને પીઆઈ વી.એમ. ચૌધરીની આગેવાનીમાં ગ્રામ્ય પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઇટાડી ગામનો રહેવાસી સુનિલ બલવંતભાઈ મકવાણા નામનો આરોપી અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ઝડપાયો હતો. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2) હેઠળ નોંધાયેલા ગુનામાં, આરોપી 8 જૂન, 2026ના રોજ ભોગ બનનારનું અપહરણ કરી ફરાર થયો હતો. ત્યારથી પોલીસ તેની શોધખોળમાં હતી. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. "તેરા તુઝકો અર્પણ" અભિયાન હેઠળ પણ મહત્વની કામગીરી હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુજરાત પોલીસના "તેરા તુઝકો અર્પણ" અભિયાન હેઠળ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આ અભિયાન અંતર્ગત, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા તથા ચોરી થયેલા કુલ 7 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે. આ ફોનની કુલ કિંમત રૂ. 1,06,996 છે, જે તેમના માલિકોને પરત આપવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને વિભાગીય પોલીસ અધિકારી એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ, હિંમતનગર ગ્રામ્ય પોલીસે CEIR પોર્ટલ અને હ્યુમન સોર્સની મદદથી આ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. પરત અપાયેલા મોબાઇલ ફોનમાં ઓપ્પો, વીવો, આઇટેલ અને રેડમી કંપનીના મોબાઇલનો સમાવેશ થાય છે. મોબાઇલ પરત મળતા લાભાર્થીઓએ હિંમતનગર ગ્રામ્ય પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મોબાઇલ ગુમ થાય અથવા ચોરી થાય તો તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી CEIR પોર્ટલ પર માહિતી આપવી, જેથી ગુમ થયેલા મોબાઇલ ઝડપથી શોધી શકાય. મોબાઇલ પરત મેળવનાર લાભાર્થીઓમાં કલ્પેશભાઈ વસંતભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ માનસિંહ રહેવર, મંગલસિંહ દોલતસિંહ ઝાલા, રાકેશજી ગોબરજી ઠાકોર, નીરમાબેન જોઇતાભાઈ તરાલ, જાબીરભાઈ એહમદભાઈ તાંબડીયા અને નીલમબેન ભરતકુમાર પટેલનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:રાજકોટમાં ચોમાસા દરમિયાન ત્રણ ઝોનમાં ખાડાં બુરવા રૂ.4.45 કરોડનો ખર્ચ, લાખાજીરાજ માર્કેટનું રિનોવેશન સહિત 18 દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે
    Next Article
    ગોધરામાં રક્તદાન કેમ્પ યોજાયો:વિજય સ્કૂલ-કોલેજોમાં 500 યુનિટ બ્લડ એકત્રિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment