Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:રાજકોટમાં ચોમાસા દરમિયાન ત્રણ ઝોનમાં ખાડાં બુરવા રૂ.4.45 કરોડનો ખર્ચ, લાખાજીરાજ માર્કેટનું રિનોવેશન સહિત 18 દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

    1 day ago

    રાજકોટ મનપા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં શહેરના વિકાસકામોની જુદી-જુદી દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં ચોમાસા દરમિયાન જાહેર માર્ગો પર પડતા ખાડાઓથી શહેરીજનોને મુક્તિ આપવા મહાપાલિકા દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજકોટનાં ત્રણેય ઝોનમાં જેટ પેચર મશીન દ્વારા ખાડા બુરીને પેચવર્કની કામગીરી કરવા માટે 17.75 ટકા ઓન સાથે રૂ. 4.45 કરોડના ખર્ચની દરખાસ્ત કમિશનર દ્વારા મુકવામાં આવી છે. તેમજ ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનાં રીનોવેશન સહિત કુલ 18 દરખાસ્તો અંગે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે. જેટ પેચર મશીનથી રસ્તાઓનાં ખાડામાં પેચવર્ક શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જાહેર રોડ-રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી જેટ પેચર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મશીન દ્વારા ખાડાની યોગ્ય સફાઈ કરીને પેચવર્ક કરવામાં આવે છે, જેના કારણે વરસાદ પડવા છતાં ત્યાં ફરીથી ખાડાં પડવાની શક્યતા નહિવત રહે છે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ત્રણેય ઝોન (ઈસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ)માં આ મશીનથી પોટહોલ્સ રિપેરિંગની કામગીરી ચાલુ રાખવાની દરખાસ્ત મંજૂરી માટે રજૂ થશે. જેટ પેચર મશીન વડે કામગીરી કરવા મહાનગરપાલિકા દ્વારા મૂળ રૂ. 3.77 કરોડનું એસ્ટિમેટ તૈયાર કરીને ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન એજન્સી દ્વારા 17.75 ટકા ઓન સાથેની બીડ રજૂ કરવામાં આવી હતી. આથી કુલ રૂ. 4.45 કરોડના ખર્ચ સાથેનો આ કોન્ટ્રાક્ટ મંજૂર કરવા માટે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી છે, જે અંગે આવતીકાલે યોજાનાર બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. સર લાખાજીરાજ માર્કેટનું રિનોવેશન અને ભૂગર્ભ ગટર કામો આવતીકાલે મળનારી આ બેઠકમાં વોર્ડ નં. 7માં આવેલ ઐતિહાસિક સર લાખાજીરાજ માર્કેટનું રિનોવેશન કરવાની દરખાસ્ત પર ચર્ચા થશે. આ ઉપરાંત વોર્ડ નં. 18 અને વોર્ડ નં. 7માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર સંબંધિત ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા કોન્ટ્રાક્ટ આપવાની બાબત સામેલ છે. સાથે જ વોર્ડ નં. 3માં નરસંગપરા, કીટીપરા તેમજ રમણિક આશ્રમવાળી શેરીમાં સી.સી. રોડ કરવા અને વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાની કામગીરી મંજૂર કરવામાં આવશે. લાઈબ્રેરી, ડ્રેનેજ અને અન્ય વિકાસ કાર્યો અન્ય દરખાસ્તોમાં વોર્ડ નં. 8માં કાલાવડ રોડ, રૈયા રોડ, નિર્મલા રોડ અને નાના મવા રોડ વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક અને ડામર રોડ રિસ્ટોરેશનના કામોનો સમાવેશ થાય છે. આ સિવાય વોર્ડ નં. 10માં પર્લ એવન્યુ મેઈન રોડ પર નવી અદ્યતન લાઈબ્રેરી બનાવવી, વોર્ડ નં. 17માં રણછોડદાસ કોમ્યુનિટી હોલના પ્રથમ માળે લાઈબ્રેરી બનાવવી, વોર્ડ નં. 9માં વોકળામાં રિટેઈનિંગ વોલ નિર્માણ કરવું, રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જર્જરીત ટોઈલેટ બ્લોક દૂર કરવા તેમજ વેરાવળ ખાતે સરકારી કાર્યક્રમ માટે મોકલાયેલ સફાઈ સ્ટાફના ખર્ચને મંજૂરી આપવા અંગે નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    SBI ફંડ્સ મેનેજમેન્ટનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં ઓછા ભાવે લિસ્ટિંગ:IPO લાગ્યો હોય તેને શેર વેચવા કે હોલ્ડ કરવા? એક્સપર્ટે આપ્યો ટાર્ગેટ પ્રાઈસ
    Next Article
    અપહરણનો આરોપી દોઢ માસ બાદ ઝડપાયો:હિંમતનગર ગ્રામ્ય પોલીસે અમદાવાદના ઓઢવથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment