Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મનપા કચેરીની બારીનો સ્લેબ તૂટ્યો:દુકાનના શેડને નુકસાન, દુર્ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી

    16 hours ago

    નવસારી મહાનગરપાલિકા કચેરીની બારીનો એક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કચેરી નીચે આવેલી એક કિરાણાની દુકાનના પતરાના શેડને નુકસાન થયું છે. સદનસીબે, દુર્ઘટના સમયે નીચે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. કચેરીની જર્જરિત બારીનો સ્લેબ ધડાકાભેર નીચે પડ્યો હતો. સ્લેબનો આ હિસ્સો સીધો કિરાણાની દુકાનના પતરાના શેડ પર પડતાં પતરાં તૂટી ગયાં હતાં. આ અચાનક બનેલી ઘટનાથી આસપાસના વિસ્તારમાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ ઘટના બાદ મહાનગરપાલિકાની ઇમારતની જાળવણી અને સલામતી અંગે સવાલો ઉભા થયા છે. જે તંત્ર શહેરની ઇમારતોની સુરક્ષા, બીયુ પરમિશન અને જર્જરિત મિલકતોની જાળવણીની જવાબદારી સંભાળે છે, તે જ તંત્ર પોતાની કચેરીની યોગ્ય જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું જણાય છે. સ્થાનિક નાગરિકોમાં ચર્ચા છે કે જો મહાનગરપાલિકા પોતાની જ કચેરીની જાળવણી યોગ્ય રીતે ન કરી શકતી હોય, તો શહેરની અન્ય ઇમારતોની સુરક્ષા અને જાળવણીની જવાબદારી કેવી રીતે નિભાવશે. જો આ ઘટના સમયે નીચેથી કોઈ વ્યક્તિ પસાર થઈ રહી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટના બાદ કચેરીના જર્જરિત ભાગોના સમારકામ અને સુરક્ષા તપાસની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદેસર બાંધકામ અને હેતુફેર સામે લાલ આંખ:ભાવનગરના સિદસર પચીસ વારીયા વિસ્તારમાં વહીવટી તંત્ર અને પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
    Next Article
    ભેજાબાજે ફરવા જવાના બહાને કાર પડાવી લીધી:વડોદરાની ટ્રાવેલ્સ સંચાલિકાની કાર ભાડે લઈને 11 લાખની કાર પરત ન કરીને ઠગાઈ આચરી, GPS પણ બંધ કરી દીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment