Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદેસર બાંધકામ અને હેતુફેર સામે લાલ આંખ:ભાવનગરના સિદસર પચીસ વારીયા વિસ્તારમાં વહીવટી તંત્ર અને પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

    17 hours ago

    ભાવનગર શહેરના સિદસર વિસ્તારમાં આવેલા પચીસ વારીયા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ, પોલીસ વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દબાણો સામે તંત્રએ સખત કાર્યવાહી શરૂ કરી છે, ભાવનગરના એસ.ડી.એમ.અક્ષર વ્યાસએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જે તે સમયે આ મકાનો નોન-સેલેબલ શરતે અલોટીઓને ફાળવવામાં આવ્યા હતા, જેથી તેનું વેચાણ થઈ શકે નહીં. જોકે, તપાસમાં સામે આવ્યું છે કે ઘણા લોકો દ્વારા આ મકાનોનું ગેરકાયદેસર વેચાણ કે ભાડે આપવાની પ્રવૃત્તિ કરવામાં આવી છે, આ તમામ મૂળ માલિકોને હાઉસીંગ બોર્ડ દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે., રહેણાંક હેતુ માટે ફાળવેલા મકાનોમાં કેટલાક લોકો દ્વારા દુકાનો કે અન્ય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર દબાણો અને ચણતર સામે પણ નોટિસો આપવામાં આવી છે, તંત્રની તપાસ દરમિયાન અનેક મકાનોમાં ગેરકાયદેસર વીજ કનેક્શનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા પીજીવીસીએલની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, વિસ્તારમાં ચાલતી શંકાસ્પદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા ઘરોમાં જઈને રહેવાસીઓના આઈડેન્ટી કાર્ડ ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શંકાસ્પદ વાહનોને ડીટેઈન કરી વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું., તંત્ર દ્વારા હાલ આ મામલે સર્વે અને તપાસની કામગીરી ચાલુ છે..
    Click here to Read More
    Previous Article
    ભરૂચ SPએ માતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો:અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વૃક્ષારોપણ કરી ભેટ વિતરણ કર્યું
    Next Article
    નવસારી મનપા કચેરીની બારીનો સ્લેબ તૂટ્યો:દુકાનના શેડને નુકસાન, દુર્ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment