Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેજાબાજે ફરવા જવાના બહાને કાર પડાવી લીધી:વડોદરાની ટ્રાવેલ્સ સંચાલિકાની કાર ભાડે લઈને 11 લાખની કાર પરત ન કરીને ઠગાઈ આચરી, GPS પણ બંધ કરી દીધું

    17 hours ago

    વડોદરાના અકોટા વિસ્તારમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતી મહિલાને વિશ્વાસમાં લીધા બાદ ભેજાબાજે રૂ. 11 લાખની કિંમતની કાર ભાડે લઈને પરત ન અપાઈને ઠગાઈ આચરી હતી. આ બનાવમાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આબુ ફરવા જવા માટે બે દિવસ માટે કાર ભાડે મગાવી હતી વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતી અને પાર્થરાજ ટ્રાવેલ્સના નામે ફોરવ્હીલર વાહનો ભાડે આપવાનો વ્યવસાય કરતી મહિલાને 14 જુલાઈ, 2026ની રાત્રે અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ પાર્થકુમાર ઝાલરીયા હોવાનું જણાવી મિત્રો સાથે માઉન્ટ આબુ ફરવા જવા માટે બે દિવસ માટે કાર ભાડે મગાવી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે વાહન સમયસર અને સુરક્ષિત પરત કરી દેશે. 15,000 ચૂકવી કિયા કાર્નિવલ કાર ભાડે લીધી હતી આરોપીએ વિશ્વાસ જીતવા માટે અગાઉથી રૂ. 1,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા તેમજ પોતાનું ઓળખપત્ર પણ વોટ્સએપ મારફતે મોકલ્યું હતું. ત્યારબાદ ફરિયાદી અને તેમના ભાઈ કિયા કાર્નિવલ કાર લઈને પાદરા પહોંચ્યા હતા, જ્યાં આરોપીએ બે દિવસનું ભાડું રૂ. 8,000 તથા સુરક્ષા ડિપોઝિટ તરીકે રૂ. 15,000 ચૂકવી કાર લીધી હતી. કારનું જીપીએસ બંધ, કાર પરત ન કરીને ઠગાઈ આચરી નક્કી કરેલા સમય બાદ પણ આરોપીએ કાર પર ન આપતાં ફરિયાદીએ અનેક વખત ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ ફોન ઉપાડ્યો નહોતો. કારમાં લગાવેલા જીપીએસની તપાસ કરતાં વાહનનું લોકેશન રાજસ્થાનના જોધપુર વિસ્તારમાં હોવાનું જણાયું હતું. બાદમાં જીપીએસ પણ બંધ થઈ જતાં કારનું લોકેશન મળવાનું બંધ થઈ ગયું હતું. આજદિન સુધી કાર પરત ન મળતા ફરિયાદીએ આરોપીએ વિશ્વાસઘાત કરી કાર હડપ કરવાની નીતિથી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી મનપા કચેરીની બારીનો સ્લેબ તૂટ્યો:દુકાનના શેડને નુકસાન, દુર્ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી
    Next Article
    હાથીખાનાની રામાપીર ચાલીમાં એક મકાનના પતરા ધરાશાયી:મકાનમાં બેઠેલા યુવાનનો બચાવ, ટોઇલેટના કારણે ઘટના બન્યાનો આક્ષેપ; કોર્પોરેશનના પાપે પરિવારે છત ગુમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment