Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ગેરકાયદે રેતી ખનન, કલેક્ટરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા:ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગને કાર્યવાહી કરવા સૂચના

    3 days ago

    અમરેલી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન મુદ્દે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ખાણ-ખનીજ વિભાગને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. તેમણે ભૂમાફિયાઓ સામે સઘન કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે. આ સૂચના ગ્રામજનો દ્વારા સતત થઈ રહેલી રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો બાદ આવી છે. જિલ્લામાં ખાસ કરીને શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં રેતી ચોરીની ફરિયાદો મોટા પાયે ઉઠી રહી છે. આ અંગે ખાણ-ખનીજ વિભાગને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર કાર્યવાહી ન થતાં બે દિવસ પહેલા સરંભડા ગામના લોકોએ શેત્રુંજી નદીના પટમાં પહોંચી સૂત્રોચ્ચાર કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. અમરેલી જિલ્લામાં ફોરેસ્ટના ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) સહિતના વિસ્તારોમાં માઇનિંગ પ્રવૃત્તિ પર નિયમો મુજબ પ્રતિબંધ છે. તાજેતરમાં સારા વરસાદ અને પૂર બાદ અનેક ગામોની નદીઓ અને પટ્ટાઓમાં મોટી માત્રામાં રેતી જમા થઈ છે, જેનો કેટલાક લોકો ટ્રેક્ટરો મારફતે ગેરકાયદેસર રીતે ઉપાડ કરી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. અમરેલી ખાણ-ખનીજ અધિકારી જે.આર. સાવનેરે જણાવ્યું કે, વિભાગ દ્વારા નિયમિત દિવસ-રાત ચેકિંગ કરવામાં આવે છે અને ગેરકાયદે ખનન સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જોકે, અમરેલી જિલ્લાના 11 તાલુકા અને વિશાળ વિસ્તારને કારણે મર્યાદિત માનવબળ સાથે દરેક સ્થળે એકસાથે પહોંચવું શક્ય બનતું નથી. ઘણી વખત એક સ્થળે કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે અન્ય વિસ્તારમાં પહોંચવામાં વિલંબ થતો હોય છે. વિભાગે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને સ્થાનિક ગ્રામજનોની રજૂઆતોને પણ ગંભીરતાથી લીધી છે. અગાઉ મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને સરંભડા, ગાવડકા, જીરા અને આંબા સહિતના વિસ્તારોમાં સતત દેખરેખ વધારવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવહી કરવા સૂચના આપી અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ પોલીસ, રેવેન્યુ અને ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરીને ગેરકાયદે ખનન રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગેરકાયદે રીતે રેતી ચોરી કરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને જરૂરી હોય ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી નામદાર કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવે છે 19 જુલાઈ, 2026ના રોજ ખાનગી બાતમીના આધારે ધારી, આંબા અને જીરા ગામની સીમ વિસ્તારમાં વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ત્રણ ડમ્પર અને બે ટ્રેક્ટર મળી અંદાજે રૂ. 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહી વિભાગના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કુલ 535 કેસોમાં અંદાજે રૂ.4.15 કરોડની વસૂલાત કરીને સરકારમાં જમા કરાવવામાં આવી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2026-27મા અત્યાર સુધી 161 કેસોમાં રૂ. 1.25કરોડની વસૂલાત કરવામાં આવી છે.અધિકારીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા વર્ષોની સરખામણીએ વસૂલાતમાં વધારો નોંધાયો છે. ઉપરાંત જ્યાં નિયમો મુજબ નવી ખનન લીઝ મંજૂર થઈ શકે છે ત્યાંથી રોયલ્ટી દ્વારા સરકારને આવક પણ મળી રહી છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF)ની ગ્રાન્ટમાંથી ખાણ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે પણ ફાળવણી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ પોલીસ, રેવેન્યુ અને ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન વધારી ગેરકાયદે રેતી ખનન અને ખનિજ ચોરી સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    DGP જી. એસ. મલિક વડોદરાની મુલાકાતે, કાયદો-વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી:સુરક્ષા, ટ્રાફિક અને ગુનાખોરી નિયંત્રણ રાખવા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું
    Next Article
    પાટણના ચાણસ્મામાં કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ:દેશવ્યાપી 35 સાયબર ગુના સાથે સંકળાયેલા 33 સામે ગુનો દાખલ, 20 આરોપીઓની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment