Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર કેટેગરી માટે હાઈકોર્ટમાં અરજી:ત્રીજી કેટેગરી ન હોવાથી આધાર કાર્ડ મુજબ મહિલા કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું, સરકાર-DGPને નોટિસ

    1 day ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3 ની ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ત્રીજી જાતિ (ટ્રાન્સજેન્ડર) માટે અલગ કેટેગરી બનાવી નોકરી આપવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને નોટિસ ફટકારીને 29 સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. DGP કચેરીની સલાહથી મહિલા કેટેગરીમાં અરજી કરી હતી ભાવનગરના 35 વર્ષીય અરજદારના આધાર કાર્ડમાં તેમની ઓળખ મહિલા તરીકે દર્શાવવામાં આવી છે. જો કે, તેમણે ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ, 2019ના નિયમ હેઠળ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર દ્વારા જારી કરાયેલું ઓળખનું પ્રમાણપત્ર મેળવેલું છે. આ અરજીમાં અરજદારે જણાવ્યું છે કે, તેમણે ગુજરાત પોલીસની ચાલુ ભરતી પ્રક્રિયા દરમિયાન બિનહથિયારી કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી કરી હતી. પોતે ત્રીજી જાતિથી હોવાથી અને ફોર્મમાં માત્ર પુરુષ અને મહિલા કેટેગરી જ ઉપલબ્ધ હોવાથી, તેમણે અરજી કરતી વખતે DGP ઑફિસમાં પૂછપરછ કરી હતી કે, તેમણે કઈ કેટેગરીમાં અરજી કરવી જોઈએ. ત્યારે તેમને આધાર કાર્ડમાં જણાવ્યા મુજબની જાતિની કેટેગરીમાં અરજી કરવાની સલાહ આપવામાં આવી હતી. અરદારે લેખિત પરીક્ષામાં 94 માર્ક્સ મેળવ્યાં તદનુસાર તેમણે મહિલા કેટેગરીમાં અરજી કરી હતી. તેમણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પાસ કરી લીધી હતી. લેખિત પરીક્ષામાં તેમને 94 માર્ક્સ મળ્યા હતા, જ્યારે SEBC મહિલા કેટેગરીનું કટ-ઓફ મેરિટ 98.5 માર્ક્સ હતું. 11 જુલાઈના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે સત્તાધીશોને રજૂઆત કરી હતી કે, તેમની ઉમેદવારીને પુરુષ કે મહિલા કેટેગરીને બદલે ત્રીજી જાતિની કેટેગરીમાં ધ્યાનમાં લેવામાં આવે. યોગ્ય કટ-ઓફ અને પસંદગીના માપદંડો લાગુ કરવા માગ તેમને કોઈ જવાબ ન મળતાં તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અરજીમાં સત્તાધીશોને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ અને બંધારણીય રીતે યોગ્ય કટ-ઓફ કે પસંદગીના માપદંડો લાગુ કરીને ઉમેદવારી પર વિચાર કરવા માગ કરી છે, જેથી ભરતી પ્રક્રિયામાં અરજદારને સમાન તક મળે અને NALSA કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનો અમલ કરવા આદેશ આપવાની માગ કરવામાં આવી છે. બંધારણીય હક્ક અને અનામત માટે માંગણી અરજદારે રજૂઆત કરી હતી કે, તેઓ ટ્રાન્સજેન્ડર સમુદાયમાંથી આવે છે અને વર્તમાન ભરતી પ્રક્રિયામાં માત્ર પુરુષ અને મહિલા પૃષ્ઠભૂમિના ઉમેદવારો માટે જ જોગવાઈ કરવામાં આવી છે. જે ભારતના બંધારણના અનુચ્છેદ 14નો ભંગ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અરજદારે અન્ય ઉમેદવારોની સરખામણીમાં ઉછેર દરમિયાન સામાજિક કલંક અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેના માટે ભરતી પ્રક્રિયામાં વિશેષ અનામત અને ક્વોટાની જરૂરિયાત છે. તેથી, આ ભરતી પ્રક્રિયામાં ત્રીજી કેટેગરીનો સમાવેશ ન કરવો એ અરજદારના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. હાઇકોર્ટે ઓથોરિટીને નોટિસ જાહેર કરી જવાબ માગ્યો અરજદારે ત્રીજી જાતિના ઉમેદવારો માટે અલગ કટ-ઓફ મેરિટ જાહેર ન કરીને સત્તાધીશો દ્વારા જાતિના આધારે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના વકીલે આ અંગે અન્ય રાજ્યોના દાખલાઓ પણ ટાંક્યા હતા. અરજદારે 30 સપ્ટેમ્બરે યોજાનારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં ભાગ લેવા દેવાની હાઈકોર્ટને વિનંતી કરી હોવાથી, હાઇકોર્ટે ઓથોરિટીને નોટિસ જાહેર કરીને સત્તાધીશો પાસેથી 29 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માગ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Patrick Mahomes Gets Big Praise After Kansas City Chiefs’ Surprising Moment With Indianapolis Colts
    Next Article
    Akhilesh Yadav Begins Samajwadi Party's UP Poll Campaign From Rahul Gandhi's Seat, BJP Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment