Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ચાણસ્મામાં કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ:દેશવ્યાપી 35 સાયબર ગુના સાથે સંકળાયેલા 33 સામે ગુનો દાખલ, 20 આરોપીઓની ધરપકડ

    3 days ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર કમિશનની લાલચ આપી સામાન્ય નાગરિકોના બેંક ખાતાઓ ભાડે મેળવી રૂ. 7.16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો આચરતી મોટો સાયબર ફ્રોડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સરકારી 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' અને 'સમન્વય પોર્ટલ'ના માધ્યમથી કરાયેલી તપાસના આધારે પોલીસે કુલ 33 આરોપીઓ સામે ગુનો નોંધીને 20 ગઠિયાઓની ધરપકડ કરી લીધી છે. આ નેટવર્ક દેશભરમાં આચરવામાં આવતા ઓનલાઇન ફ્રોડના નાણાં સેટલ કરવા માટે બેંક ખાતાઓ પૂરા પાડવાનું કામ કરતું હતું. કમિશનની લાલચ આપી બેંક ખાતા ભાડે મેળવાતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચાણસ્મા, ઈટોડા, ખાંભેલ અને પાટણ વિસ્તારના કેટલાક વચેટિયાઓ સક્રિય હતા. આ ઇસમો સામાન્ય અને ભોળા નાગરિકોને કમિશનની લાલચ આપતા હતા અને તેમના નામે બેંક ખાતાઓ ખોલાવતા હતા. ત્યારબાદ આ બેંક ખાતાઓને સાયબર ગુનેગારોને ભાડે આપીને આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. અનેક પ્રકારની સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ આ ભાડે મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ ઓનલાઇન સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ન્યુડ વીડિયો બ્લેકમેઇલિંગ, APK ફાઇલ તેમજ લિંક મોકલી નાણાં પડાવવા અને ઓનલાઇન સટ્ટાબાજી જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલા નાણાં મેળવવા માટે કરવામાં આવતો હતો. 7.16 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળ્યા પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન દેશવ્યાપી 35 સાયબર ગુનાની ફરિયાદો સાથે સંકળાયેલા 11 બેંક ખાતાઓમાં રૂ. 5,16,37,025 મળી આવ્યા છે. આ ઉપરાંત અન્ય શંકાસ્પદ ખાતાઓમાં રૂ. 1,99,77,870 મળીને કુલ રૂ. 7,16,14,895 ના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અંકે કરવામાં આવ્યા છે. ખાતાના બદલે સિમકાર્ડ અને કિટ મેળવતા વચેટિયાઓ ખાતાધારકોને દર મહિને એક નિશ્ચિત રકમ અથવા ખાતા દીઠ રૂ. 3,000 થી રૂ. 15,000 સુધીનું કમિશન ચૂકવતા હતા. બદલામાં તેઓ ખાતાધારક પાસેથી બેંકની પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને તેમના નામના નવા સિમકાર્ડ મેળવીને મૂળ સાયબર ગઠિયાઓને સોંપી દેતા હતા. 33 સામે કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ આ સમગ્ર કૌભાંડ બહાર આવતા જ ચાણસ્મા પોલીસે 33 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ 20 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ નેટવર્કમાં જોડાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ગેરકાયદે રેતી ખનન, કલેક્ટરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા:ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગને કાર્યવાહી કરવા સૂચના
    Next Article
    ભાવનગરના યુવાનો દિલ્હી જંતર મંતર પ્રદર્શનમાં જોડાયા:શાંતિપૂર્ણ માર્ચ, વિદ્યાર્થીઓ પરના અન્યાય સામે વ્યક્ત કરી સંવેદનશીલતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment