Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના યુવાનો દિલ્હી જંતર મંતર પ્રદર્શનમાં જોડાયા:શાંતિપૂર્ણ માર્ચ, વિદ્યાર્થીઓ પરના અન્યાય સામે વ્યક્ત કરી સંવેદનશીલતા

    3 days ago

    વિદ્યાર્થીઓ સામે થઈ રહેલા અન્યાય અને પડતર પ્રશ્નોના વિરોધમાં દિલ્હીના જંતર મંતર ખાતે એક વિશાળ અને શાંતિપૂર્ણ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગત્યના પ્રદર્શનમાં જોડાવા માટે ગુજરાતના ભાવનગરથી મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો ખાસ દિલ્હી પહોંચ્યા હતા. ભાવનગરના યુવાનો દિલ્હી જંતર મંતર પ્રદર્શનમાં જોડાયા ભાવનગરથી આવેલા આ પ્રતિનિધિઓએ જંતર મંતર ખાતે યોજાયેલી આ પીસફુલ માર્ચમાં સક્રિયપણે અને સંપૂર્ણ શાંતિપૂર્વક ભાગ લીધો હતો. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ અને તેમના પર થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો તેમજ સરકાર અને તંત્રનું ધ્યાન દોરવાનો હતો. ‘ન્યાય અપાવવા માટે આ શાંતિપૂર્ણ લડાઈ ખૂબ જરૂરી’ આ અંગે ફોરમબેને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થતા અટકાવવા અને તેમને ન્યાય અપાવવા માટે આ શાંતિપૂર્ણ લડાઈ ખૂબ જરૂરી છે. દિલ્હીની આ માર્ચમાં હાજરી આપીને ભાવનગરની ટીમે વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા અને અડગ સમર્થન વ્યક્ત કર્યું હતું. લોકશાહી ઢબે પોતાની માગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી..
    Click here to Read More
    Previous Article
    પાટણના ચાણસ્મામાં કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ:દેશવ્યાપી 35 સાયબર ગુના સાથે સંકળાયેલા 33 સામે ગુનો દાખલ, 20 આરોપીઓની ધરપકડ
    Next Article
    પાલનપુરમાં 54 ફરિયાદીઓને ₹12 લાખનો મુદ્દામાલ પરત:ગુજરાત પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ₹9 લાખના મોબાઈલ, રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પરત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment