Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ દરિયાકાંઠે ઊંચા મોજાંનો ખતરો, ઓરેન્જ એલર્ટ જાહેર:લખપતથી કંડલા સુધી બે દિવસ સાવચેતી રાખવા અપીલ

    2 days ago

    કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી બે દિવસ ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે. આને પગલે સત્તાવાળાઓ દ્વારા લખપતથી કંડલા સુધીના સમગ્ર દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. નેશનલ ડિઝાસ્ટર ઇવેન્ટ મોનિટરિંગ (NDEM) પોર્ટલ અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર (INCOIS) ની આગાહી મુજબ, 21 જુલાઈથી 22 જુલાઈ 2026 દરમિયાન સમુદ્રમાં 3.2 થી 3.6 મીટર સુધીના ઊંચા મોજાં ઉછળી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો, બંદર સંચાલકો, દરિયાઈ પરિવહન સાથે સંકળાયેલા લોકો અને દરિયાકિનારે ફરવા જતાં પ્રવાસીઓને વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. આ એલર્ટ 21 જુલાઈના વહેલી સવારે 2:30 વાગ્યાથી અમલમાં આવ્યું છે અને 22 જુલાઈની રાત્રે 11:30 વાગ્યા સુધી અસરકારક રહેશે. હવામાન અને સમુદ્રી પરિસ્થિતિમાં અચાનક ફેરફાર થવાની શક્યતા છે. આથી, દરિયામાં જતી નાની બોટો અને માછીમારીના વહાણોએ જરૂરી તકેદારી રાખવી અનિવાર્ય છે. દરિયાકિનારાની નજીક કોઈપણ સાહસિક પ્રવૃત્તિ, બોટિંગ કે મનોરંજન માટે સમુદ્રમાં પ્રવેશતા લોકોએ સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવું. દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને પણ આ સમયગાળા દરમિયાન દરિયાની નજીક બિનજરૂરી અવરજવર ટાળવાની સલાહ અપાઈ છે. ઊંચા મોજાંને કારણે દરિયાકિનારે પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે અને જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બંદર વિસ્તાર અને જેટી નજીક કામ કરતા કર્મચારીઓને પણ સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા સૂચના અપાઈ છે. દરિયાઈ હવામાન સંબંધિત આગાહીઓમાં સમયાંતરે ફેરફાર થવાની શક્યતા હોવાથી સંબંધિત વિભાગો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓએ લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક સંબંધિત વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- પેપર લીકના દોષિતોને સજા મળશે:રાહુલ ગાંધીએ કહ્યું- PM વિદ્યાર્થીઓ પાસે માફી માંગે; જંતર-મંતર પર પોલીસ વિરુદ્ધ નારા
    Next Article
    ભુજ અમરસન્સ ઉપાશ્રયમાં સાધ્વીઓનો ચાતુર્માસ પ્રવેશ:જૈન સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment