Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ અમરસન્સ ઉપાશ્રયમાં સાધ્વીઓનો ચાતુર્માસ પ્રવેશ:જૈન સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા

    2 days ago

    ભુજના નવનીતનગરમાં આવેલા ભગવાન મુનિસુવ્રત સ્વામી જિનાલય સંકુલના અમરસન્સ ઉપાશ્રયમાં રવિવારે નિપુણાબાઈ મહાસતીજી અને અર્પણાબાઈ મહાસતીજી સહિત ઠાણા બેનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સાધ્વી ભગવંતોના આગમન પૂર્વે ઢોલ-શરણાઈના મંગલનાદ અને સામૈયા યોજાયા હતા. જયઘોષ સાથે સમગ્ર પરિસર આધ્યાત્મિક ભાવનાથી ઝળહળી ઉઠ્યું હતું. આ કાર્યક્રમ અનશનવ્રતધારી જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણા અને સંઘના ચેરમેન જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયો હતો. શ્રી ભુજ કચ્છ વી.ઓ. જૈન સંઘના આગેવાનો, ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણી લોકોએ હાજરી આપી હતી. આ ચાતુર્માસ પ્રવેશ કચ્છ કેસરી આચાર્ય ભગવંત પૂનમચંદ્રજી મહારાજ તેમજ સુનંદાબાઈ મહાસતીજીના શિષ્યવર્ગની આજ્ઞા અનુસાર યોજાયો હતો, જેને કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો. સ્વાગત પ્રવચનમાં જીગર તારાચંદભાઈ છેડાએ ચાતુર્માસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ સમય આત્મચિંતન, સંયમ અને ધાર્મિક આરાધના માટે શ્રેષ્ઠ અવસર છે. તેમણે ભાવિકોને આ અવધિ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જીવનને આધ્યાત્મિક દિશા આપવા અનુરોધ કર્યો હતો. પૂજ્ય સાધ્વીઓએ મંગલિક પ્રવચનમાં ચાતુર્માસનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સમય માત્ર પરંપરા નિભાવવાનો નથી, પરંતુ આત્મજાગૃતિ, તપ, સંયમ અને સદાચાર દ્વારા જીવનને પવિત્ર બનાવવાનો અવસર છે. તેમણે દરેક વ્યક્તિને પોતાની શક્તિ મુજબ ધર્મ આરાધના કરીને આત્મકલ્યાણ તરફ આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સૂત્ર વ્હોરાવા, ચરિત્ર વ્હોરાવા, ગુરુપૂજન અને જ્ઞાનપૂજન સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભાવિક પરિવારોએ ભક્તિપૂર્વક આ ધાર્મિક લાભો ગ્રહણ કર્યા હતા. ભુજ ઉપરાંત લાખાપર, પત્રી, નવીનાળ, મોટી ભુજપર અને મુન્દ્રા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન મહાજનના ખજાનચી હરેશભાઈ ગોગરીએ કર્યું હતું. સંઘના કાર્યકરો અને કર્મચારીઓએ સમગ્ર આયોજનને સફળ બનાવવા નોંધપાત્ર સેવા આપી હતી. આ કાર્યક્રમ ભક્તિ, સંયમ અને ધાર્મિક એકતાના પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    કચ્છ દરિયાકાંઠે ઊંચા મોજાંનો ખતરો, ઓરેન્જ એલર્ટ જાહેર:લખપતથી કંડલા સુધી બે દિવસ સાવચેતી રાખવા અપીલ
    Next Article
    Gujarat Breaking News | 1 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment