Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ડર કેસ:પત્નીની હત્યાના કેસમાં પતિ સંજય પરમાર ત્રણ દિવસના રિમાન્ડ પર

    1 day ago

    પાટણ નાં સાઈબાબા ત્રણ રસ્તા પાસે આવેલી હોટલ-89માં પત્નીનું ગળું દબાવી હત્યા કરવાના આરોપસર ઝડપાયેલા સંજય અર્વિંદભાઈ પરમારના કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. હવે અમદાવાદ સુધી તપાસનો દોર લંબાવી મોબાઇલ ફોન, કોલ ડિટેલ્સ અને અન્ય વ્યક્તિની સંડોવણી સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરાશે. પાટણ ની હોટલ-89માં થયેલી મહિલાની હત્યાના કેસમાં આરોપી સંજય અર્વિંદભાઈ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ માટે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.પોલીસના જણાવ્યા મુજબ હવે આરોપીના મોબાઇલની તપાસ, કોલ ડિટેલ રેકોર્ડ (CDR)નું વિશ્લેષણ અને અમદાવાદ સુધી તપાસ કરવામાં આવશે. ઉપરાંત, આરોપી સાથે અમદાવાદથી આવેલા તેના મિત્રની પણ ભૂમિકાની તપાસ હાથ ધરવામાં આવી છે. મિત્રએ ગુનામાં કોઈ પ્રકારની મદદગારી કરી હતી કે નહીં તે અંગે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી હત્યા પૂર્વ આયોજનનો કોઈ સ્પષ્ટ પુરાવો મળ્યો નથી. જોકે, આરોપીની વધુ પૂછપરછ અને ટેક્નિકલ પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થશે તેવી પોલીસને આશા છે. આ કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ હજુ બાકી છે. પોલીસ આગામી દિવસોમાં આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. રિમાન્ડ દરમિયાન મળતા પુરાવાના આધારે તપાસને વધુ વેગ મળશે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ અંગે પણ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:કાકોશી ચોકડી નજીક વાહને ટક્કર મારતાં યુવકનું મોત થયું
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ભિક્ષા નહીં, હવે રોજગારનો રસ્તો; વડનગરમાં 50 બેડનું અદ્યતન સુવિધાવાળુ ‘સન્માન ઘર’ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment