Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:ભિક્ષા નહીં, હવે રોજગારનો રસ્તો; વડનગરમાં 50 બેડનું અદ્યતન સુવિધાવાળુ ‘સન્માન ઘર’ બનશે

    1 day ago

    ભિક્ષાવૃત્તિ કરતા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની SMILE યોજના અંતર્ગત પ્રાચીન નગરી વડનગરમાં ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા લોકો માટે અદ્યતન 50 બેડનું શેલ્ટર હોમ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ માત્ર આશ્રય આપવાની યોજના નહીં પરંતુ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને ઓળખી તેમને સન્માનજનક જીવન તરફ લઈ જવાનો પ્રયાસ છે. જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. યોજનાના પ્રથમ તબક્કામાં મહેસાણા શહેર તેમજ ધાર્મિક સ્થળોએ ભિક્ષાવૃત્તિ કરતા લોકોનો સર્વે કરવામાં આવશે. સર્વે બાદ તેમની સામાજિક અને આર્થિક સ્થિતિનું પ્રોફાઈલિંગ કરી આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. ત્યાર બાદ કાઉન્સેલિંગ દ્વારા તેમને શેલ્ટર હોમમાં લાવવામાં આવશે અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સક્ષમ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ તાલીમ આપી રોજગાર સાથે જોડવાની પણ યોજના છે. બાળકોના શિક્ષણ સુધીની સુવિધા‎ વડનગરમાં શરૂ થનારા શેલ્ટર હોમમાં ઓછામાં ઓછા 50 લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. અહીં ભોજન, કપડાં, આરોગ્ય સારવાર, કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા પરિવારોના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ સાથે જોડવામાં આવશે. બીજી તરફ કામ કરવાની ક્ષમતા ધરાવતા લોકોને તાલીમ આપી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવાશે. શેલ્ટર હોમ એનજીઓ ચલાવશે‎ યોજનાના અમલીકરણ માટે લાયકાત ‎ધરાવતા એનજીઓને સમાજ કલ્યાણ ‎વિભાગ દ્વારા વાર્ષિક રૂ.48.70 લાખની‎ ગ્રાન્ટ આપવામાં આવશે. એનજીઓ ‎ભાડાના મકાનમાં 50 બેડની ક્ષમતાવાળું‎ શેલ્ટર હોમ શરૂ કરી સંચાલન કરશે.‎ એનજીઓ પાસે ઓછામાં ઓછા બે વર્ષનો‎ અનુભવ, NGO-Darpan પોર્ટલ પર‎ નોંધણી અને જરૂરી માળખાકીય સુવિધાઓ ‎હોવી જરૂરી રહેશે. સમગ્ર કામગીરીનું‎ મોનિટરિંગ તેમજ સોશિયલ ઓડિટ સમાજ‎ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવશે.‎
    Click here to Read More
    Previous Article
    મર્ડર કેસ:પત્નીની હત્યાના કેસમાં પતિ સંજય પરમાર ત્રણ દિવસના રિમાન્ડ પર
    Next Article
    બાળકો-વૃદ્ધોના આરોગ્ય પર ખતરો હોવાનો આક્ષેપ:સામેત્રામાં ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર મિલના પ્રદૂષણથી ત્રાહિમામ, ગ્રામજનોમાં આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment