Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકો-વૃદ્ધોના આરોગ્ય પર ખતરો હોવાનો આક્ષેપ:સામેત્રામાં ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર મિલના પ્રદૂષણથી ત્રાહિમામ, ગ્રામજનોમાં આક્રોશ

    1 day ago

    મહેસાણા તાલુકાના સામેત્રા ગામે આવેલી ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર મિલના પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. મિલમાંથી નીકળતી અસહ્ય દુર્ગંધ અને પ્રદૂષણથી સામેત્રા, મરેડા સહિત આસપાસના ગામોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોએ ફરી એક વખત કલેક્ટર કચેરીએ આવેદન આપી મિલ સામે કાર્યવાહી અને કાયમી બંધ કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પેપર મિલમાંથી નીકળતી દુર્ગંધના કારણે હજારો લોકોના આરોગ્ય પર તેની અસર પડી રહી છે. જેમાં બાળકો અને વૃદ્ધોની સ્થિતિ વધુ કફોડી બની છે. લાંબા સમયથી પ્રદૂષણની સમસ્યા અંગે વિવિધ કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે હવે ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી વધી રહી છે. ગ્રામજનોએ મિલના ડાયરેક્ટર કિશન આર. પટેલ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, પ્રદૂષણ સામે અવાજ ઉઠાવનાર લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. આંદોલનને નબળું પાડવા માટે ગામના કેટલાક લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતુ઼.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ભિક્ષા નહીં, હવે રોજગારનો રસ્તો; વડનગરમાં 50 બેડનું અદ્યતન સુવિધાવાળુ ‘સન્માન ઘર’ બનશે
    Next Article
    બામોસણાનગરના ‎રહીશની ઇમાનદારી‎:રસ્તામાં મળેલી 1.18 લાખની રોકડ-દાગીના ભરેલી બેગ લઇ ઘરે જવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment