Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બામોસણાનગરના ‎રહીશની ઇમાનદારી‎:રસ્તામાં મળેલી 1.18 લાખની રોકડ-દાગીના ભરેલી બેગ લઇ ઘરે જવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચ્યા

    1 day ago

    આજના સમયમાં જ્યાં કિંમતી વસ્તુઓ મળી આવે તો તેને પોતાના પાસે રાખવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે મહેસાણાના એક નાગરિકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિસનગર રોડ પરથી મળી આવેલી રૂ.36,600 રોકડ અને આશરે રૂ.82 હજારના દાગીના ભરેલી બેગ તેમણે સીધી પોલીસને સોંપી હતી. જેના આધારે મહેસાણા એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બેગના મૂળ માલિકને શોધી બેગ પરત સોંપી હતી. શહેરના બામોસણા નગર સોસાયટીમાં રહેતા આહીર સીતારામ રામચંદ્રજીને 19 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં વિસનગરથી મહેસાણા આવતા સમયે બાસણા ગામ નજીક રોડ પરથી એક પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. બેગ ખોલતા તેમાં રોકડ રકમ અને ચાંદીના દાગીના હોવાનું જણાયું હતું. કિંમતી સામાન હોવા છતાં સીતારામભાઈએ બેગ પોતાની પાસે રાખવાને બદલે તાત્કાલિક મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે જઈ પોલીસને સોંપી હતી. બેગ મળ્યા બાદ પીએસઆઈ જે.આર. જાડેજા અને તેમની ટીમે તેના મૂળ માલિકની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન વિસનગર તાલુકા પોલીસ મથકે એક યુવક બેગ ગુમ થવાની ફરિયાદ આપવા આવ્યો હોવાની માહિતી મળી હતી. બેગ શહેરના લાખવડી ભાગોળ, જૂની પોલીસ લાઈન પાસે રહેતા દેવીપૂજક જૈમીનભાઈ બળદેવભાઈની હોવાનું સામે આવતાં બોલાવી પરત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    બાળકો-વૃદ્ધોના આરોગ્ય પર ખતરો હોવાનો આક્ષેપ:સામેત્રામાં ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર મિલના પ્રદૂષણથી ત્રાહિમામ, ગ્રામજનોમાં આક્રોશ
    Next Article
    વિજાપુરની રણાસણ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલની ઓફિસ બહાર જ મારામારી:બહેનને હેરાન કરનાર છાત્રને સમજાવવા ગયેલા ભાઈ ઉપર સ્કૂલમાં ટોળાનો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment