Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુરની રણાસણ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલની ઓફિસ બહાર જ મારામારી:બહેનને હેરાન કરનાર છાત્રને સમજાવવા ગયેલા ભાઈ ઉપર સ્કૂલમાં ટોળાનો હુમલો

    1 day ago

    વિજાપુર તાલુકાના રણાસણ ગામની આર.કે. હાઈસ્કૂલમાં વિદ્યાર્થિનીને હેરાન કરતા હોવાની ફરિયાદ બાદ તેને સમજાવવા ગયેલા ભાઈ અને તેના કાકાના દીકરા પર ટોળાએ હુમલો કર્યો હતો . પ્રિન્સિપાલની ઓફિસની બહાર 14 જેટલા યુવકોએ બંને સાથે મારામારી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ઘટનામાં એક યુવકને માથામાં કડું વાગતા ત્રણ ટાંકા આવ્યા છે. રણાસણ ના યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના કાકાના દીકરાએ તેને જણાવ્યું હતું કે, તેની બહેન અને બહેનપણીઓને શાળામાં અભ્યાસ કરતા દીશેષસિંહ, મોહિતસિંહ અને કૃણાલસિંહ નામના વિદ્યાર્થીઓ હેરાન કરે છે. આ વાત જાણ્યા બાદ બંને ભાઇઓ સોમવારે સવારે શાળા ગયા હતા. તે સમયે રિક્ષામાંથી ઉતરેલા દીશેષસિંહને બોલાવી બહેનને હેરાન કરવા બાબતે પૂછપરછ કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરિયાદ મુજબ, દીશેષસિંહે ઉશ્કેરણીજનક જવાબ આપતાં તેમણે મામલો શાળાના પ્રિન્સિપાલ સમક્ષ લઈ જવાનું કહ્યું હતું. તેઓ પ્રિન્સિપાલની ઓફિસ બહાર ઊભા હતા. ત્યારે દીશેષસિંહ સહિત અન્ય વિદ્યાર્થીઓનું ટોળું ત્યાં પહોંચ્યું હતું. દીશેષસિંહે બંને ભાઇઓ તરફ ઈશારો કરી ઓળખ કરાવતાં ટોળાએ બંને સાથે મારામારી કરી હતી. જેમાં એક વિદ્યાર્થીના હાથમાં પહેરેલું કડું એક યુવકના માથામાં વાગતાં ત્રણ ટાંકા આવ્યા હતા. ઘટના સમયે શાળાના શિક્ષકો વચ્ચે પડતાં ટોળું ત્યાંથી ચાલ્યું ગયું હતું. વિજાપુર સિવિલમાં સારવાર લીધા બાદ યુવકે વિજાપુર પોલીસ મથકે માણસા તાલુકાના ખડાત ગામના દીશેષસિંહ સહિત 14 યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    બામોસણાનગરના ‎રહીશની ઇમાનદારી‎:રસ્તામાં મળેલી 1.18 લાખની રોકડ-દાગીના ભરેલી બેગ લઇ ઘરે જવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચ્યા
    Next Article
    અટીરા, પરામ્બિકા, આધુનિક પાર્ક અને પુષ્પકુંજનો વિવાદ:હવે 90 ટકા રહીશોએ કહ્યું, કોમન પ્લોટમાં વૃક્ષો વાવી પેવરબ્લોક કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment