Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:ગુલવાસણામાં પિતા-પુત્રને ગાડીની ટક્કર મારી ધારીયા-લાકડીથી હુમલો

    1 day ago

    ​સરસ્વતી તાલુકાના ગુલવાસણા ગામે પાંચ વર્ષ જૂની અદાવતમાં મનદુઃખ રાખી પિતા-પુત્ર પર ગાડી ચઢાવી ધારીયા અને લાકડી વડે જીવલેણ હુમલો કરાયો હોવાનો બનાવ બન્યો છે.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સરસ્વતી તાલુકાના ગુલવાસણાગામના 18 વર્ષીય જીગર રબારી અને તેમના પિતા મોટરસાઇકલ લઇ ખેતરે જઇ રહ્યા હતા.ત્યારે જોગણી માતાજીના મંદિર પાસે સફેદ ગાડીમાં આવેલા ગામના જ મુકેશ રબારી, પંકજ રબારી, ધ્વનીલ રબારી અને ધરમશી રબારી(તમામ રહે ગુલવાસણા)એ બાઇકને ટક્કર મારી પાડી દીધા હતા. ત્યારબાદ ચારેય શખ્સોએ ગાડીમાંથી નીચે ઉતરી ધારીયા અને લાકડીઓ વડે હુમલો કરી પિતા-પુત્રને ગંભીર ઇજા પહોંચાડી હતી. આશરે પાંચ વર્ષ પહેલાં થયેલી બોલાચાલી અંગે સમાધાન થઇ ગયું હોવા છતાં મનદુખ રાખી આ હુમલો કરાયો હતો.ઘટના અંગે સરસ્વતી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોને ખેતીલક્ષી ઉપયોગી માહિતી પહોંચાડવા વિસ્તરણ અધિકારીઓની તાલીમ‎:ઓછો કે મોડો વરસાદ થાય તો ટૂંકાગાળાના પાકોનું બેકઅપ પ્લાનિંગ કરાવવું જરૂરી છે
    Next Article
    અકસ્માત:કાકોશી ચોકડી નજીક વાહને ટક્કર મારતાં યુવકનું મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment