Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને ખેતીલક્ષી ઉપયોગી માહિતી પહોંચાડવા વિસ્તરણ અધિકારીઓની તાલીમ‎:ઓછો કે મોડો વરસાદ થાય તો ટૂંકાગાળાના પાકોનું બેકઅપ પ્લાનિંગ કરાવવું જરૂરી છે

    1 day ago

    અનિયમિત વર્તમાન ખરીફ સીઝનના પ્રારંભે ખેતીની આધુનિક અને વૈજ્ઞાનિક માહિતી સમયસર પહોંચે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા તાલુકા વિસ્તરણ અધિકારીઓની એક દિવસીય વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, સરસ્વતી અને હારિજ તાલુકાના વિસ્તરણ અધિકારીઓ અને ગ્રામ સેવકો માટે યોજાયેલી આ તાલીમમાં એક્સપર્ટ્સ દ્વારા બદલાતા ક્લાઈમેટ ચેન્જ વચ્ચે ખરીફ પાકોના ઉત્કૃષ્ટ ઉત્પાદન અને વ્યવસ્થાપન અંગે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી ટીપ્સ આપવામાં આવી હતી. મદદનીશ ખેતી નિયામક મુકેશભાઈ લીમ્બાચીયાએ પણ બદલાતી આબોહવામાં નુકસાન ઘટાડવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર ભાર મૂક્યો હતો. બેઠકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાતો એસ.એસ. દરજી અને આર.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, કપાસ, મગ, અડદ, દિવેલા અને તુવેર જેવા મુખ્ય ખરીફ પાકોમાં ખેડૂતોએ પોતાના વિસ્તારની જમીન અને પાણીની ઉપલબ્ધતા અનુસાર જ પ્રમાણિત જાતોની પસંદગી કરવી જોઈએ. સમયસરની વાવણીની સાથે-સાથે પાકની શરૂઆતની અવસ્થાથી જ રોગ-જીવાતનું નિયંત્રણ અને સંકલિત ખાતર વ્યવસ્થાપન કરવાથી ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો લાવી શકાય છે. તાલીમના અંતે તમામ ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે તેઓ સીધા ખેડૂતોના સંપર્કમાં રહીને આ વૈજ્ઞાનિક જ્ઞાન અને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડે . ખેડૂતોને ધ્યાનમાં રાખવા બાબતો
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:પાટણ પાલિકાનો વિકાસ નકશો ના મંજૂર‎
    Next Article
    ફરિયાદ નોંધાઈ:ગુલવાસણામાં પિતા-પુત્રને ગાડીની ટક્કર મારી ધારીયા-લાકડીથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment