Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:પાટણ પાલિકાનો વિકાસ નકશો ના મંજૂર‎

    एक दिन पहले

    પાટણ શહેરના સુઆયોજિત વિકાસ અને ભવિષ્યની રૂપરેખા સમાન ‘રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન-2041’ (DP) પ્લાન તૈયાર કરી પાટણ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (PADA) દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સમક્ષ મોકલવામાં આવ્યો હતો.જેને નામંજૂર કરીને મોટો ઝટકો આપ્યો છે. ટાઉન પ્લાનિંગના તત્કાલીન ચેરમેન શૈલેષ પટેલના કાર્યકાળ દરમિયાન ભારે મહેનત બાદ આ ડીપી (DP) તૈયાર કરવામાં આવ્યો હતો અને મંજૂરી માટે ગાંધીનગર મોકલાયો હતો. જોકે, રાજ્ય સરકારે તેમાં ગંભીર ખામીઓ અને મોટા સુધારાની જરૂરિયાત દર્શાવીને આ પ્લાન ઓથોરિટીને પરત (Return) કરી દીધો છે. હવે ઓથોરિટીએ સેક્શન-9 મુજબ નવેસરથી આખી પ્રક્રિયા હાથ ધરવી પડશે. સરકારે કઈ ભૂલો પકડી? જેના કારણે DP ના મંજૂર ગુજરાત સરકારના જોઈન્ટ સેક્રેટરી પ્રકાશ દત્તા દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં પ્લાનની નબળાઈઓ ખુલ્લી પડી છે: વસ્તીના આંકડામાં વિસંગતતા: પ્લાનમાં દર્શાવેલી વિગતો અને વાસ્તવિક વસ્તીના આંકડાઓમાં મોટી વિસંગતતા છે. હવે સાચી વિગતો મેળવી વિકસિત વિસ્તાર નક્કી કરવો પડશે. ઝોનિંગમાં લોચો: CGDCR-2017 વિરુદ્ધ રહેણાંક ઝોનમાં વાણિજ્યિક ઉપયોગો દર્શાવી દેવાયા હતા, જે સુધારીને રહેણાંક ઝોન જ રાખવા આદેશ કરાયો છે. સંકલનનો અભાવ: ઐતિહાસિક નગરી માટે પ્લાન બનાવતી વખતે પ્રવાસન વિભાગ, GIDC કે ઉદ્યોગ જગત સાથે કોઈ સંકલન કરાયું નહોતું. ભૂગોળની અવગણના: કન્ટુર સર્વે કર્યા વિના જ નદી-પાણીના વહેણ અને ડ્રેનેજ લાઇનનું આયોજન કરી દેવાયું હતું, જે હવે વૈજ્ઞાનિક ઢબે કરવું પડશે. નકશો ના મંજૂર થતાં નિર્ણયની શું અસરો પડશે?‎
    Click here to Read More
    Previous Article
    એજન્સી અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ‎:ડાંગ જિલ્લામાં આઉટસોર્સ કર્મીઓના પગાર ભથ્થામાં કરોડોનું કૌભાંડ
    Next Article
    ખેડૂતોને ખેતીલક્ષી ઉપયોગી માહિતી પહોંચાડવા વિસ્તરણ અધિકારીઓની તાલીમ‎:ઓછો કે મોડો વરસાદ થાય તો ટૂંકાગાળાના પાકોનું બેકઅપ પ્લાનિંગ કરાવવું જરૂરી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment