Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એજન્સી અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ‎:ડાંગ જિલ્લામાં આઉટસોર્સ કર્મીઓના પગાર ભથ્થામાં કરોડોનું કૌભાંડ

    1 day ago

    ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા વર્ગ-3 અને 4ના આઉટસોર્સ કર્મચારીઓના હક્કના ‘લીવ ઓન કેશ'ના નાણાંમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું દિવ્ય ભાસ્કર એ ખુલું પાડ્યું છે. જેમાં સોમવારે ‘ગુજરાત જનતા જાગૃતિ મંચ' દ્વારા ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને કૌભાંડી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યાનુસાર સરકારના આરોગ્ય કમિશનરના આદેશ અને ટેન્ડરની શરત નં. 07.10.39 મુજબ, આઉટસોર્સ કર્મચારીઓને દર મહિને ‘લીવ ઓન કેશ'ના નાણાં એસક્રો એકાઉન્ટ મારફતે સીધા તેમના ખાતામાં ચૂકવવાના હોય છે. આમ છતાં, ડાંગ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને હિસાબી અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓએ ટેન્ડર ઓથોરીટીની મંજૂરી વિના જ, છેલ્લા 30 મહિનાથી (નવેમ્બર-2023થી) આ રકમ સીધી ખાનગી એજન્સીને ચૂકવી દીધી છે. પ્રતિ કર્મચારી દર મહિને અંદાજે રૂ. 2 હજાર લેખે લાખો રૂપિયાની કટકી કરવામાં આવી હોવાનો સીધો આક્ષેપ કરાયો છે. અલ્ટ્રા મોર્ડન એજન્સી મહેસાણા એ કોન્ટ્રાક્ટ લંબાવ્યો ત્યારે એજન્સીએ એસક્રો એકાઉન્ટને બદલે પોતાના ખાતામાંથી કર્મચારીઓને નાણાં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને વચેટિયાઓ મારફતે એ જ નાણાં રોકડા પરત પડાવી લેવાનું મોટું કૌભાંડ આચર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન ફરિયાદનો આડેધડ થતો નિકાલ હવે અશક્ય:અરજદાર અધિકારીને ઓટીપી આપશે તો જ ફરિયાદનું નિરાકરણ થયું ગણાશે
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ:પાટણ પાલિકાનો વિકાસ નકશો ના મંજૂર‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment