Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન ફરિયાદનો આડેધડ થતો નિકાલ હવે અશક્ય:અરજદાર અધિકારીને ઓટીપી આપશે તો જ ફરિયાદનું નિરાકરણ થયું ગણાશે

    1 day ago

    મનપામાં જનરલ બોર્ડની સમયમર્યાદા એક માસની કરવામાં આવી છે જે અંતર્ગત પ્રથમ બોર્ડ બોલાવવામાં આવેલ જેમાં બન્ને પક્ષના કોર્પોરેટરો દ્વારા 63 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, પરંતુ ગત માસે પૂછાયેલા પ્રશ્નો માટે અધિકારીઓએ આપેલ ખાતરીનો રિવ્યૂ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે સભ્યોમાં નારાજગી જોવા મળી હતી, છતાં શહેરીજનોની વર્ષો જૂની સમસ્યા કે ફરિયાદોની ચોપડે કામગીરી બતાવી કામ ન થયું હોય તો પણ એસએમએસ મારફતે ફરિયાદ સોલ્વ થયાનો મેસેજ આવતો હતો તે હવે બંધ થયો છે. હવેથી ફરિયાદી ખાતરી કરી ઓટીપી આપશે તો જ ફરિયાદ સોલ્વ થયાનો મેસેજ અધિકારી દ્વારા મોકલવામાં આવશે જેના કારણે હવે ફરજિયાત લોકોની ફરિયાદ સોલ્વ કરવી પડશે. સ્વચ્છતા, મીટ વેચાણ, પેચવર્ક, હોકર્સ ઝોન મુદ્દે ભાજપના કોર્પોરેટરોએ અધિકારીઓને આડે હાથ લીધા, 7 કલાક કાર્યવાહી સિવિલથી એઇમ્સ સુધી શટલ બસ દોડશે મનપાના બોર્ડમાં એક લોકઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે દર્દીઓને શટલ બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે એઇમ્સની માહિતી સાથેના હોર્ડિંગ્સ લગાવી લોકોને જાણકારી પૂરી પાડવામાં આવશે. જેના માટે નવી 100 સિટી બસ આવ્યા બાદ અથવા નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમ મેયરે જણાવ્યું છે. ગેરકાયદેસર બાંધકામો માટે મિનિટ્સ બુક કેમ નહીં ગેરકાયદેસર બાંધકામો માટે ટીપી વિભાગ દ્વારા સરવે કરવામાં આવતો હોય છે અને આસામીઓને નોટિસ આપવામાં આવે છે, પરંતુ આ પ્રકારના બાંધકામોનું લિસ્ટ તૈયાર કરવામાં આવતું હોવાથી તેમા છેડછાડ થવાની સંભાવના રહે છે. આથી સરવે દરમિયાન તમામ ગેરકાયદેસર બાંધકામો માટે મિનિટ્સ બુકની નિભાવણી કરવી જોઈએ તેમ ભાજપના કોર્પોરેટરે મેયરને રજૂઆત કરી છે. હોકર્સ ઝોનમાં નોનવેજ અને ચા, પાનના ધંધાર્થી ઊભા નહીં રહી શકે મનપાના બોર્ડમાં હોકર્સ ઝોનમાં થતા ઉઘરાણા અને નવા હોકર્સ ઝોન મુદ્દે ચર્ચા થયા બાદ ભાજપના કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યા હતા કે, હોકર્સ ઝોનમાં નોનવેજ, ઈંડાં, ચા, અને પાનના ધંધાર્થીઓને જગ્યા ફાળવવામાં આવતી નથી તો આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે. મેયરની સૂચના બાદ હવે હોકર્સ ઝોનમાં નોનવેજ અને ચા પાનના ધંધાર્થી ઊભા નહીં રહી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે. જવાબ શંકાસ્પદ લાગે તો ઊલટ તપાસ કરવાની છૂટ: મેયર મનપામાં કોર્પોરેટર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શંકા ઉપજે અને અધિકારીઓ સાચો જવાબ ન આપતા હોય ત્યારે કોર્પોરેટરને આ પ્રશ્નનો અધિકારી પાસેથી સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી ઊલટ તપાસ કરી યોગ્ય જવાબ મેળવવાની મેયરે છૂટ આપી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ:એઆઈ અને ડ્રોન ફૂટેજના હાઈટેક સરવે બાદ લોકમેળાનો પ્રાથમિક ‘લેઆઉટ પ્લાન’ જાહેર
    Next Article
    એજન્સી અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ‎:ડાંગ જિલ્લામાં આઉટસોર્સ કર્મીઓના પગાર ભથ્થામાં કરોડોનું કૌભાંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment