Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મહિલા નાયબ મામલતદારને ડિવોર્સ બાદ પૂર્વ પતિ મધરાતે ઘરે ધસી આવ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી દીધી

    1 day ago

    ડિવોર્સ બાદ પૂર્વ પત્નીના નામના મોબાઇલ સિમકાર્ડને લઈને રાજકોટમાં ધમકીનો બનાવ સામે આવ્યો છે. યુનિવર્સિટી પોલીસમાં નાયબ મામલતદાર મહિલાએ પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂકરી છે. આ બનાવમાં અયોધ્યા ચોક ઓપેરા એલિગેન્સમાં રહેતા જલ્પાબેન લલિતભાઈ પરમાર(ઉં.વ.36)એ પૂર્વ પતિ પાર્થ પ્રફુલભાઈ સોલંકી સામે ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, જલ્પાબેન રાજકોટમાં અધિક કલેક્ટર કચેરીના સિંચાઈ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. નવ વર્ષ પહેલાં તેમના પાર્થ સાથે લગ્ન થયા હતા, પરંતુ છ માસ પહેલાં ફેમિલી કોર્ટમાં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. સંતાનનો કબજો જલ્પાબેન પાસે છે. ડિવોર્સ બાદ જલ્પાબેને પાર્થભાઈને તેમના નામનું એરટેલ સિમકાર્ડ પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવા અથવા બંધ કરાવી દેવા જણાવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સોમવારે મધરાતે આશરે 12 વાગ્યે પાર્થ રાધાપાર્ક મેઇન રોડ પર આવેલા જલ્પાબેનના ઘરે પહોંચી સિમકાર્ડ કેમ બંધ કરાવ્યું તે મુદ્દે બોલાચાલી કરવા લાગ્યા હતા. દરમિયાન જલ્પાબેનના ભાઈ પ્રતિકે તેમને ઘરે આવવાનું કારણ પૂછતાં પાર્થએ પત્ની અને પુત્રને મળવા આવ્યો હોવાનું કહ્યું હતું. જોકે, જલ્પાબેને હવે બંને વચ્ચે કોઈ સંબંધ ન હોવાનું કહેતાં પાર્થ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી સિમકાર્ડ ફરી ચાલુ નહીં કરાવે તો જલ્પાબેન અને તેમના ભાઈને છ મહિનામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ સાથે ફોનમાં ઝઘડો થતાં રિસામણે રહેલી પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગરમાં પિતાના ઘરે છેલ્લા એક મહિનાથી રિસામણે રહેલી પરિણીતાએ પતિ સાથે ફોનમાં ઝઘડો થતાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જીગુબેન નીતિનભાઈ વાળા (ઉ.વ.30)ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ જામકંડોરણા તાલુકાના વાદીપરા ગામે સાસરું ધરાવતી જીગુબેનના લગ્નને 15 વર્ષ થયા છે અને તેમને બે પુત્ર છે. ગત રોજ છોકરાનું મોઢું જોવા બાબતે પતિ સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દેવપોઢી એકાદશીએ તહેવારોની શૃંખલા ખૂલશે:25મીએ મોળાવ્રત, 27મીએ જયાપાર્વતી વ્રતનો ઉમંગભેર પ્રારંભ
    Next Article
    રાજકોટ:એઆઈ અને ડ્રોન ફૂટેજના હાઈટેક સરવે બાદ લોકમેળાનો પ્રાથમિક ‘લેઆઉટ પ્લાન’ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment