Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિનોર તા.પંચાયતના એન્જિનિયર વતી 25 હજારની લાંચ લેતો વચેટિયો ઝડપાયો:કામોના બિલ અટકાવી રાખવાની ધમકી આપી લાંચ માગી, વડોદરામાં રૂપિયા લેતા રંગેહાથ દબોચાયો

    1 week ago

    સરકારી કામનું બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી બિલની રકમના 9 ટકા લેખે રૂ.25 હજારની લાંચ માગવાના મામલે વડોદરા ACBએ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં છટકું ગોઠવી ખાનગી વ્યક્તિને રૂ.25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલામાં શિનોર તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ આઉટસોર્સિંગથી ફરજ બજાવતી સિવિલ એન્જિનિયર સહિત બે સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કામોના બિલની રકમ ચૂકવવા માટે આરોપીએ લાંચ માગી હતી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વિવિધ ગામોમાં પ્રોજેક્ટ હેઠળ સિવિલ કોન્ટ્રાક્ટરે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામ કર્યું હતું. આ કામોના બિલની રકમ ચૂકવવા માટે આરોપી નીધીબેન રમેશ તડવી સિવિલ એન્જિનિયર, સ્વચ્છ ભારત મિશન, તાલુકા પંચાયત શિનોર (આઉટસોર્સ) દ્વારા મ બિલના 9 ટકા લેખે રૂ.25 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફોન કરી કોન્ટ્રાક્ટરને હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ લાંચની રકમ નહીં આપે તો બિલ અટકાવી રાખવાની વાત કરી વારંવાર ફોન કરી કોન્ટ્રાક્ટરને હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. લાંચ આપવા ઇચ્છા ન હોવાથી કોન્ટ્રાક્ટરે વડોદરા શહેર ACBનો સંપર્ક કરતાં ફરિયાદના આધારે એસીબી પીઆઇ ટ્રેપિંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પ્રજાપતિ તથા ટીમે છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 હજારની લાંચ સ્વીકારતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો છટકા દરમિયાન આરોપી નીધીબેન તડવીએ લાંચની રકમ આરોપી આશુતોષ ઉમાકાંત પાઠકને આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ ફતેગંજમાં સેફ્રોન ટાવરની સામે બેંક ઓફ બરોડા નજીકના કંપાઉન્ડ પાસે આશુતોષ પાઠકે રૂ.25 હજારની લાંચ સ્વીકારતા ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી લાંચની સમગ્ર રકમ રિકવર કરવામાં આવી છે. આ કેસમાં સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી લાંચની માંગણી કરનાર નીધીબેન રમેશ તડવી તથા લાંચ સ્વીકારનાર આશુતોષ ઉમાકાંત પાઠક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા સાહસિકો માટે તુલસી મેલા-8 સફળતાપૂર્વક સંપન્ન:પ્રહલાદનગરના મધુર હોલ ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારની લેડીઝ વિંગે આયોજન કર્યું
    Next Article
    Why Sam Altman is the Most Dangerous CEO in the World | OpenAI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment