Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માથાની નસ ફાટી જવાથી મોત થયાનું તારણ બહાર આવ્યું:મિત્ર સાથે મસ્તી મજાક કરતી વખતે પાળી ઉપરથી પટકાતાં સગીરનું મોત

    1 day ago

    રાજકોટમાં મિત્ર સાથે મસ્તી-મજાક દરમિયાન બનેલી દુર્ઘટનામાં 16 વર્ષીય સગીરનું મોત નીપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. ઘટનાસ્થળે સગીરના મોઢામાંથી ફીણ નીકળતું જોવા મળતાં પોલીસને શંકા જતાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં માથાની નસ ફાટી જવાથી મોત થયાનું સામે આવતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ભગવતીપરામાં રહેતો ક્રિષ્ના નરેશભાઈ ઠક્કર (ઉ.વ.16) રવિવારે રાત્રે ઘરેથી નીકળીને લીમડા ચોક પાસે આવેલા સુદર્શન કોમ્પ્લેક્સમાં ટ્રાવેલ્સના પાર્સલ ચઢાવવા-ઉતારવાનું કામ કરવા ગયો હતો. કામ દરમિયાન ઓફિસની બહાર પાળી પર મિત્ર સાથે બેઠો હતો. આ દરમિયાન મસ્તી-મજાકમાં મિત્રનો ધક્કો લાગતાં અથવા સંતુલન ગુમાવતાં તે નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો હતો. શરૂઆતમાં ઓળખ ન થતાં પોલીસે વાલીવારસની શોધખોળ કરી હતી. મૃતક તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પરિવાર મૂળ સુરતનો વતની છે અને છેલ્લા બે વર્ષથી રાજકોટમાં રહે છે. હોસ્પિટલ ચોકીની જાણના આધારે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Protests find echo in both Lok Sabha, Rajya Sabha as Monsoon Session begins
    Next Article
    દેવપોઢી એકાદશીએ તહેવારોની શૃંખલા ખૂલશે:25મીએ મોળાવ્રત, 27મીએ જયાપાર્વતી વ્રતનો ઉમંગભેર પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment