Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મનપાની સામાન્ય સભામાં વિપક્ષના આકરા પ્રહારો:પ્રી-મોન્સુન કામગીરી કાગળ પર, ટીપી સ્કીમમાં બિલ્ડરોને ફાયદાના આક્ષેપ

    2 days ago

    જામનગર મહાનગરપાલિકા (JMC)ના અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. આ સભામાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નગરસેવકોએ પ્રી-મોન્સૂન કામગીરી અને ટીપી સ્કીમના મુદ્દે શાસક પક્ષ અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં કેનાલોની સફાઈ માત્ર કાગળ પર જ થઈ રહી છે અને ટીપી સ્કીમમાં પ્લોટનો હેતુફેર કરીને બિલ્ડરોને આર્થિક ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. 13 સમિતિઓની રચના અને 15 લાખની નાણાકીય સત્તા સામાન્ય સભામાં BPMC એક્ટ અન્વયે સત્તાધારી ભાજપના નગરસેવકોની દરખાસ્તથી વોટર વર્કસ, સેનિટેશન, પબ્લિક વર્ક્સ, લાઈટ, ટાઉન પ્લાનિંગ અને આરોગ્ય સહિત કુલ 13 સમિતિઓની રચના કરીને સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. આ સમિતિઓને રૂ. 15 લાખ સુધીના કામો મંજૂર કરવાની નાણાકીય સત્તા આપવામાં આવી છે, જે દરખાસ્ત હવે રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. બીજી તરફ, આપના નગરસેવિકા જૈનબબેન ખફીએ આ કમિટીઓમાં વિપક્ષના સભ્યોને પણ સ્થાન આપવા માટે રજૂઆત કરી હતી. પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો અને તંત્રનો બચાવ ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં બંધ અને અદાલતની મંજૂરીથી પોલીસ જાપ્તા હેઠળ સભામાં હાજર રહેલા કોંગ્રેસના નગરસેવક અલ્તાફ ખફીએ આક્ષેપ કર્યો હતો કે, શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ છે, જેના લીધે ચોમાસામાં સામાન્ય લોકોને કેડ સમા પાણીમાં હેરાન થવું પડે છે. વિપક્ષના આ આક્ષેપો સામે મનપાના અધિકારી કટેશિયાએ ખુલાસો કર્યો હતો કે શહેરમાં 34 કિમી કેનાલની સફાઈ માટે રૂ. 34 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, 3થી 4 ઝોનમાં 3 વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ એજન્સીએ ટેન્ડર ભર્યા નથી. વધુમાં, અમુક કેનાલોની આજુબાજુ મકાનો હોવાથી ત્યાં મશીનરી પહોંચી શકતી નથી, જેના કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. ટીપી સ્કીમમાં પ્લોટ હેતુફેરનો આક્ષેપ કોંગ્રેસના નગરસેવિકા સહારબેન મકવાણા અને આપના નગરસેવિકા જૈનબબેન ખફીએ ટીપી સ્કીમની અમલવારી ઝડપથી કરવાની માંગ કરી હતી. તેમણે સણસણતો આક્ષેપ કર્યો હતો કે ટીપી સ્કીમ હેઠળ પ્લોટના હેતુફેર માત્ર બિલ્ડરોને આર્થિક ફાયદો કરાવવા માટે જ કરવામાં આવે છે. વિપક્ષે આ મુદ્દે પુનઃવિચારણા કરવાની માંગ ઉઠાવી હતી. સામાન્ય સભાના અન્ય સાથે સાથે શ્રદ્ધાંજલિ: સભાના પ્રારંભે સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રી દીનાબેનના અવસાન બદલ 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ જાપ્તામાં નગરસેવક: વોર્ડ નંબર 12 ના કોંગી નગરસેવક અલ્તાફ ખફી ગુજસીટોકના ગુનામાં જેલમાં હોવાથી, કોર્ટની મંજૂરી મેળવીને ચુસ્ત પોલીસ કાફલા સાથે સભામાં હાજર રહ્યા હતા. વોર્ડ નંબર 4 નું આવેદનપત્ર: પૂર્વ નગરસેવક આનંદ ગોહિલ અને રચનાબેન નંદાણીયાએ સ્થાનિક રહીશોને સાથે રાખીને વોર્ડ નંબર 4 માં આવેલી કેનાલોની સફાઈ યુદ્ધના ધોરણે કરવા માટે મહાનગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પીપળી ગામે દર્શન કરી પરત ફરતા યુવાન પર ઘાતક હુમલો:પાટડી પાસે કાચની બોટલ, લાકડી, છરી વડે હુમલો; ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ
    Next Article
    ‘56 વર્ષના યુવાનની વાત નથી કરી રહ્યો':ચોમાસુ સત્ર પહેલા PMનો કટાક્ષ; જંતર-મંતરના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ, ખડગેને આવ્યો ગુસ્સો; વીડિયો જુઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment