Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘56 વર્ષના યુવાનની વાત નથી કરી રહ્યો':ચોમાસુ સત્ર પહેલા PMનો કટાક્ષ; જંતર-મંતરના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ, ખડગેને આવ્યો ગુસ્સો; વીડિયો જુઓ

    2 days ago

    ચોમાસુ સત્રના પહેલા જ દિવસે સોમવારે સંસદમાં હોબાળો જોવા મળ્યો. જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શનનો પડઘો સીધો સંસદ સુધી પહોંચ્યો. નીટ પરીક્ષામાં ગેરરીતિ, જંતર-મંતર પર લાઠીચાર્જ અને રામ મંદિર ચંદા ચોરી જેવા મુદ્દાઓ પર વિપક્ષે સંસદના બંને ગૃહોમાં સૂત્રોચ્ચાર કર્યા. હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર મુલતવી રાખવી પડી. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો. વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા અને 'ચંદા ચોરી'ના પોસ્ટરો લઈને વેલમાં આવી ગયા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને શાંત રહેવાની અપીલ કરી, પરંતુ સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા. હોબાળાને કારણે પ્રશ્નકાળ ચાલી શક્યો નહીં. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ. સદન લગભગ 7-8 મિનિટ જ ચાલ્યું. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકરે કાર્યવાહી 12 વાગ્યા સુધી મુલતવી રાખી. ત્યારબાદ પાંચ વખત વધુ મુલતવી રાખવી પડી. રાજ્યસભામાં પણ આ મુદ્દાઓ પર તીખી ચર્ચા જોવા મળી. અહીં કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ. વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ NEET પરીક્ષા અને જંતર-મંતર પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો. ખડગેએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જંતર-મંતર પર બાળકો એકઠા થયા હતા. સરકાર તેમનો અવાજ દબાવી રહી છે અને તેમના પર લાઠીચાર્જ કરી રહી છે. ખડગેના આકરા વલણથી ગૃહમાં હોબાળો થયો, ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી પણ વારંવાર સ્થગિત કરવી પડી. આ તરફ, સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે આજે સમયની માંગ છે કે સંસદમાં સૌ સાથે મળીને દેશને આગળ વધારવા પર ચર્ચા થાય. તમામ પક્ષોએ તથ્યો અને તર્કો સાથે ગૃહની ચર્ચાને મજબૂત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ચોમાસું હોય કે ચોમાસુ સત્ર, જો બંને પ્રો-એક્ટિવ હોય તો ખૂબ જ પ્રોડક્ટિવ હોય છે. તેનાથી દેશનું કલ્યાણ થાય છે. પીએમ મોદીએ કહ્યું- ભારતના યુવાનોએ અવકાશમાં નવી ઉડાન ભરી છે. આ જે સ્કાયરૂટ સ્ટાર્ટઅપ છે, તેમાં જે યુવાનો કામ કરી રહ્યા છે, તેમની સરેરાશ ઉંમર 28 વર્ષ છે. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું- હું કોઈ 56 વર્ષના યુવાનની વાત નથી કરી રહ્યો. આ પછી તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના યુદ્ધ અને પેટ્રોલ, ડીઝલ અને ફર્ટિલાઇઝર્સના વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહી છે. ભારત 7.7%નો વિકાસ દર હાંસલ કરનાર દેશ બન્યો છે. વીડિયો જોવા માટે ઉપર થંબનેલ પર ક્લિક કરો…
    Click here to Read More
    Previous Article
    જામનગર મનપાની સામાન્ય સભામાં વિપક્ષના આકરા પ્રહારો:પ્રી-મોન્સુન કામગીરી કાગળ પર, ટીપી સ્કીમમાં બિલ્ડરોને ફાયદાના આક્ષેપ
    Next Article
    4 Indians killed, one critical after attack on ship at Odesa port in Ukraine

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment