Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપળી ગામે દર્શન કરી પરત ફરતા યુવાન પર ઘાતક હુમલો:પાટડી પાસે કાચની બોટલ, લાકડી, છરી વડે હુમલો; ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ

    2 days ago

    પાટડી નજીક ફુલ્કી ગામ પાસે 19 વર્ષીય યુવાન પર ચાર શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને કાચની બોટલ, લાકડી અને છરી વડે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે તેને ગંભીર હાલતમાં વિરમગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ટ્રેન્ટ, માંડલના રહેવાસી રવિભાઈ રમેશભાઈ તરેટીયા (ઉ.વ. 19) તેમના મિત્રો હાર્દિકભાઈ લાલજીભાઈ ઠાકોર અને પ્રવીણભાઈ ખોડાભાઈ ઠાકોર સાથે પીપળી ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બપોરના આશરે 3:30 વાગ્યાની આસપાસ તેઓ ફુલ્કી-ઘાસપુર રોડ પર પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી પંકજભાઈ પ્રતાપભાઈ ઠાકોર (રહે. જાલીસણા, માંડલ) તેની સફેદ બલેનો ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. તેણે પોતાના હાથમાં રહેલી કાચની બોટલ રવિભાઈના ડાબા પગે મારી હતી, જેનાથી તેમને ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી. પંકજે રવિભાઈને ગાળો ભાંડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બોટલ વાગતા રવિભાઈ નીચે પડી ગયા હતા, અને તેમના મિત્રો હાર્દિક તથા પ્રવીણ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ અન્ય આરોપી શૈલેષભાઈ પ્રતાપભાઈ ઠાકોર (રહે. જાલીસણા, માંડલ) ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે રવિભાઈના પગના ભાગે પથ્થર વડે અને પીઠના ભાગે લાકડી વડે હુમલો કર્યો હતો, જેનાથી તેમને જમણા પગે અને પીઠના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી. શૈલેષે પણ 'તારા કટકા કરી તળાવમાં નાખી દેવો છે' તેવી ધમકી આપી હતી. આરોપી વિશાલભાઈ ઠાકોર (રહે. ભોજવા, વિરમગામ) એ રવિભાઈને પાછળના ભાગે લાકડી મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. ચોથા આરોપી અરુણભાઈ રમેશભાઈ ઠાકોર (રહે. જાલીસણા, માંડલ) એ પોતાના હાથમાં રહેલી છરી વડે રવિભાઈના માથાના ભાગે અને જમણા હાથમાં નાની-મોટી ઇજાઓ કરી હતી. હુમલા બાદ રવિભાઈ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક પાટડીની સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા. ડોકટરોએ જણાવ્યું કે રવિભાઈને જમણા પગે ફ્રેક્ચર, ડાબા પગે ફ્રેક્ચર, પીઠના મણકામાં ફ્રેક્ચર, માથાના ભાગે ત્રણ-ચાર ટાંકા અને જમણા હાથે નાની-મોટી ઇજાઓ થઈ છે. આ બનાવ અંગે રવિભાઈએ ચાર શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના બી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના વેપારી સાથે ₹1.64 કરોડની સાયબર છેતરપિંડી:ગઠિયાઓએ ગોલ્ડ માઇનિંગમાં ઊંચા નફાની લાલચ આપી પૈસા પડાવ્યા, ઉત્તરાખંડના કાશીપુરથી ત્રણની ધરપકડ
    Next Article
    જામનગર મનપાની સામાન્ય સભામાં વિપક્ષના આકરા પ્રહારો:પ્રી-મોન્સુન કામગીરી કાગળ પર, ટીપી સ્કીમમાં બિલ્ડરોને ફાયદાના આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment