Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:હાઈવે પર વિઝિબિલિટી ઓછી થઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી; ખેડૂતોને ખેતી પાક માટે નવી આશા બંધાઈ

    4 days ago

    ગોધરા પંથકમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે આખરે મેઘરાજાએ પધરામણી કરી છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદને કારણે ગોધરા-અમદાવાદ હાઈવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. પરિણામે, અનેક વાહનચાલકોએ સલામતીના ભાગરૂપે ધીમી ગતિએ વાહનો ચલાવી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. બીજી તરફ, વાવણી પૂર્ણ કર્યા બાદ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ મહત્વનો સાબિત થયો છે. સમયસર વરસાદ પડતાં પાકના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ યથાવત્ રહેશે તો ખેતીને મોટો ફાયદો થશે અને ખરીફ પાકનું ઉત્પાદન પણ સારું રહેવાની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. ગોધરા પંથકમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને ખેડૂતોને પાક માટે નવી આશા બંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    નાસીરનગર ડિમોલીશનના 51 દિવસ બાદ રાજ્ય સરકાર તપાસ કમિટી રચી:એમ. થેન્નારસન અને રાજકુમાર બેનિવાલનો સમાવેશ, 60 દિવસમાં રિપોર્ટ સુપરત કરશે
    Next Article
    જામનગર GIDCમાં બ્રાસ ભઠ્ઠીમાં બ્લાસ્ટથી બે દાઝ્યા:એલાઈડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીની દુર્ઘટનામાં એક શ્રમિક ગંભીર, પોલીસ દ્વારા તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment