Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલીશનના 51 દિવસ બાદ રાજ્ય સરકાર તપાસ કમિટી રચી:એમ. થેન્નારસન અને રાજકુમાર બેનિવાલનો સમાવેશ, 60 દિવસમાં રિપોર્ટ સુપરત કરશે

    3 days ago

    સુરતના ચકચારી અને વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરવા માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં દાખલ થયેલી વિવિધ સ્પેશિયલ સિવિલ અરજીઓની સુનાવણી દરમિયાન પરિસ્થિતિની ગંભીરતાને જોતાં એક સ્વતંત્ર સમિતિની જરૂરિયાત ઊભી થઈ હતી, જેના પગલે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સમિતિની રચના, સભ્યો અને તપાસની સમયમર્યાદા આ નવગઠિત બે સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસનની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હાઉસિંગ વિભાગના સચિવ રાજકુમાર બેનીવાલને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. સરકારી ઠરાવની જોગવાઈઓ અનુસાર, આ સમિતિએ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરીને આગામી 60 દિવસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવાનો રહેશે. આ ઉપરાંત, તપાસ પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે સમિતિના અધ્યક્ષને જરૂર જણાય તો અન્ય કોઈપણ અધિકારીઓ કે કર્મચારીઓને 'આમંત્રિત સભ્ય' તરીકે સામેલ કરવાની વિશેષ સત્તા પણ આપવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલી નાસીર નગર ડિમોલિશનની કામગીરી બાદ કાનૂની વિવાદ ઘેરો બન્યો છે. વૈકલ્પિક આવાસ મેળવવા અને આ સમગ્ર ઘટના માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ સાથે તારીખ 24/05/2026 ના રોજ 26 અસરગ્રસ્તો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ કાનૂની લડત આગળ વધતાં તા. 08/07/2026 ના રોજ વધુ 1 અસરગ્રસ્ત દ્વારા હાઇકોર્ટમાં બીજી રીટ પીટીશન કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનાક્રમમાં જે કર્મચારી કે અધિકારીને ફરજમોકૂફ કરવામાં આવ્યા હતા, તેમણે પણ પોતાના બચાવમાં તા. 07/07/2026 ના રોજ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે. હાઇકોર્ટના વલણ બાદ એક્શનમાં સરકાર: ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિનું ગઠન આ સમગ્ર મામલો અત્યંત ગંભીર અને કાનૂની ગૂંચવણો ભરેલો બનતા, ઘટનાની વિગતવાર અને તલસ્પર્શી તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. વિચારણાના અંતે સરકારે સ્વીકાર્યું છે કે સુરત મહાનગરપાલિકામાં થયેલ ડિમોલિશનની કામગીરી અત્યંત સંવેદનશીલ છે. આથી, સમગ્ર ઘટનાની પાછળના સત્યને બહાર લાવવા માટે એક વિશેષ સમિતિના ગઠનનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ બે સદસ્યીય ઉચ્ચ સ્તરીય સમિતિમાં અધ્યક્ષ તરીકે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન (આઇ.એ.એમ.) ની નિમણૂક કરવામાં આવી છે, જેમના નેતૃત્વમાં આખી તપાસ ચાલશે. જ્યારે હાઉસિંગ વિભાગના સચિવશ્ રાજકુમાર બેનિવાલ (આઇ.એ.એમ.) ને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. સમિતિની સત્તા અને ડેડલાઇન: 60 દિવસમાં સોંપવો પડશે વિગતવાર તપાસ અહેવાલ સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર ઠરાવ મુજબ, આ નવગઠિત ઉચ્ચ કક્ષાની સમિતિએ સુરત ડિમોલિશનની સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરવાની રહેશે. સમિતિને પોતાની તપાસ પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી 60 દિવસમાં (દિન-60માં) વિગતવાર તપાસ અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, તપાસ પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે સમિતિના અધ્યક્ષ ને એક વિશેષ સત્તા પણ સોંપવામાં આવી છે, જે અંતર્ગત તેઓ પોતાની જરૂરિયાત અને યોગ્યતા મુજબ કોઈપણ સક્ષમ અધિકારીશ્રી કે કર્મચારીનો આ કમિટીમાં સભ્ય" તરીકે સમાવેશ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર ડ્રોનથી હરિયાળી વધારવા પ્રયાસ:ધરમપુરના નીલમ પટેલનો 50 હજાર સીડ બોલથી દુર્ગમ ડુંગરોને હરિયાળા બનાવવાનો પ્રયોગ
    Next Article
    ગોધરા પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:હાઈવે પર વિઝિબિલિટી ઓછી થઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી; ખેડૂતોને ખેતી પાક માટે નવી આશા બંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment