Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર ડ્રોનથી હરિયાળી વધારવા પ્રયાસ:ધરમપુરના નીલમ પટેલનો 50 હજાર સીડ બોલથી દુર્ગમ ડુંગરોને હરિયાળા બનાવવાનો પ્રયોગ

    3 दिन पहले

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ગામના સામાજિક કાર્યકર નીલમ પટેલ અને તેમની લોક મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર ડ્રોનની મદદથી 50 હજારથી વધુ સીડ બોલ દુર્ગમ ડુંગરાળ વિસ્તારોમાં છોડીને હરિયાળી વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નીલમભાઈ પટેલ ઘણા વર્ષોથી વન વિભાગ અને અન્ય સંસ્થાઓના સહયોગથી દર વર્ષે 50 હજારથી વધુ રોપાઓનું વાવેતર કરે છે. આ વર્ષે તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધરમપુરના મોટી કોરવળ વિસ્તારના સુલ્યા ડુંગર અને પીપરોડના દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન દ્વારા સીડ બોલનો છંટકાવ કરાવ્યો. આ પ્રયાસનો હેતુ એવા વિસ્તારોમાં વૃક્ષો ઉગાડવાનો છે જ્યાં માનવીય પહોંચ મુશ્કેલ છે. આ અભિયાનમાં ટ્રસ્ટના કાર્યકરો ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા હતા. સૌના સહયોગથી 50 હજારથી વધુ સીડ બોલ તૈયાર કરાયા હતા. તેમાં જંગલોમાંથી એકત્રિત કરાયેલા ખાખરો, આંબલી, ગરમાળો સહિત લુપ્ત થતી સ્થાનિક પ્રજાતિના બીજનો ઉપયોગ થયો હતો. બીજને ચીકણી માટી અને છાણિયા ખાતર સાથે ભેળવીને સીડ બોલ બનાવવામાં આવ્યા હતા. સીડ બોલ પદ્ધતિ પર્યાવરણ માટે અસરકારક અને ઓછા ખર્ચની ટેકનિક મનાય છે. આ પદ્ધતિમાં બીજને જમીનમાં રોપવાની જરૂર પડતી નથી. ડ્રોન દ્વારા સીડ બોલ સીધા જમીન પર છોડવામાં આવે છે. ચોમાસામાં વરસાદ પડતાં માટી ઓગળે છે અને બીજ કુદરતી રીતે અંકુરિત થઈ નવા છોડમાં પરિવર્તિત થાય છે. માટીનું આવરણ બીજને પક્ષીઓ અને અન્ય પ્રાણીઓથી પણ સુરક્ષિત રાખે છે. નીલમભાઈ પટેલે જણાવ્યું કે જંગલોનું સંરક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમાજની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાય તે હેતુથી આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ડ્રોન ટેકનોલોજી અને સામાજિક સહભાગિતાના સમન્વયથી કરાયેલો આ પ્રયોગ દક્ષિણ ગુજરાતમાં હરિયાળી વધારવા માટે નવી દિશા દર્શાવે છે. જો આ મોડેલને મોટા પાયે અમલમાં મૂકવામાં આવે તો દુર્ગમ પહાડી વિસ્તારોમાં પણ કુદરતી જંગલો વિકસાવી પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    PI જે.બી.અગ્રાવત સામે હાઇકોર્ટનો હુકમ:આગોતરા જામીન અરજીમાં કોર્ટને ગેરમાર્ગે દોરનારા ઓઢવના તપાસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસનો હુકમ
    Next Article
    નાસીરનગર ડિમોલીશનના 51 દિવસ બાદ રાજ્ય સરકાર તપાસ કમિટી રચી:એમ. થેન્નારસન અને રાજકુમાર બેનિવાલનો સમાવેશ, 60 દિવસમાં રિપોર્ટ સુપરત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment