Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજીરા-પલસાણા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત:સચિન GIDC નજીક પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કારે સ્વિફ્ટને ટક્કર મારી, જાનહાનિ ટળી

    1 week ago

    સુરતના સચિન GIDC વિસ્તાર નજીકથી પસાર થતા હજીરા-પલસાણા હાઈવે પર એક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી તે દરમિયાન એક સફેદ રંગની સ્વિફ્ટ કાર નિયમિત ગતિએ આગળ વધી રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી એક કાળા રંગની લક્ઝરી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ જતી સ્વિફ્ટ કારને પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરના કારણે સ્વિફ્ટ ડીવાઈડર સાથે અથડાઈ આ ટક્કર એટલી જોરદાર હતી કે સ્વિફ્ટ કાર સીધી રોડની વચ્ચે આવેલા લોખંડના ડિવાઇડર સાથે જઈને અથડાઈ હતી. આ પ્રચંડ અકસ્માતને કારણે સ્વિફ્ટ કારના બોનેટ તેમજ પાછળના ભાગે અને લક્ઝરી કારના બોનેટના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે હાજર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો અકસ્માત સર્જાવાને કારણે હાઇવે પર થોડીવાર માટે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક કંટ્રોલ કરી રોડ ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર નગરપાલિકા કર્મચારીનું ફરજ પર રહસ્યમય મોત:પાણી પુરવઠાના કર્મી કમલેશ મકવાણાનો મૃતદેહ પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી મળ્યો; પોલીસ તપાસ શરૂ
    Next Article
    ભરૂચમાં બિસ્માર માર્ગો મુદ્દે કોંગ્રેસનો ચક્કાજામ:પોલીસે પરવાનગી વગર પ્રદર્શન કરતાં અનેક કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment