Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પા-મસાજ પાર્લરો પર પોલીસની બાઝ નજર:સંચાલકોથી લઈને કર્મચારીઓ સુધીની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી હવે ફરજિયાત

    1 day ago

    ગાંધીનગર જિલ્લાના રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં ધમધમતા સ્પા અને મસાજ પાર્લરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પા સેન્ટરોમાં કેફી દ્રવ્યોનું સેવન, દેહવ્યાપાર અને અનૈતિક પ્રવૃત્તિઓ રોકવાના હેતુથી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી જાળવી રાખવા માટે ઇન્ચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિ દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સ્પા માલિકો અને કર્મચારીઓ માટે કડક નિયમો નવા જાહેરનામા અનુસાર, ગાંધીનગર જિલ્લામાં સ્પા કે મસાજ પાર્લર ચલાવતા માલિકો અને સંચાલકોએ પોતાના ત્યાં કામ કરતા દેશી અને વિદેશી તમામ કર્મચારીઓની ફોટોગ્રાફ સહિતની સંપૂર્ણ વિગતો સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત રહેશે. સંચાલકોએ પણ રજૂ કરવા પડશે દસ્તાવેજો માત્ર કર્મચારીઓ જ નહીં, પરંતુ સ્પા અને મસાજ પાર્લર ચલાવતા માલિકો-સંચાલકોએ પણ પોતાની ઓળખ અને વ્યવસાય સંબંધિત પુરાવાઓ આપવાના રહેશે. સંચાલકોએ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી ઓળખપત્ર રજૂ કરવું પડશે. ઉપરાંત, વ્યાપારી માન્યતા માટે ગુમાસ્તા ધારા હેઠળનું રજિસ્ટ્રેશન અને જી.એસ.ટી. (GST) નંબર મેળવવો પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. પ્રક્રિયા અને અમલીકરણની સમયસીમા સંચાલકોએ આ તમામ વિગતો એક કાગળ પર સ્પષ્ટ રીતે ભરીને તેની બે નકલો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. જેમાંથી એક નકલ પર પોલીસ સ્ટેશનનો અધિકૃત સહી-સિક્કો મેળવીને રસીદ તરીકે સાચવી રાખવાની રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલો આ હુકમ તા. 12 સપ્ટેમ્બર, 2026 સુધી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં અમલમાં રહેશે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર, માહિતી છુપાવનાર કે અનધિકૃત રીતે પાર્લર ચલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બેંકના લોકરમાંથી 45 લાખના 3 ગોલ્ડ બિસ્કિટ બદલાઈ ગયા:300 ગ્રામના બિસ્કિટમાંથી માત્ર 65 ગ્રામ જ ગોલ્ડ નીકળ્યું, વેપારીના પત્નીને લગ્ન સમયે કરિયાવરમાં મળ્યા હતા
    Next Article
    'વિરાસતથી વિકસિત ભારત'નો મંત્ર:જ્ઞાન ભારતમ મિશન હેઠળ 1 કરોડ પાંડુલિપિઓનો સર્વે, 3.76 લાખ ડિજિટલ અપલોડ; ધવલ પટેલના પ્રશ્ને સંસદમાં મનસુખ માંડવીયાનો જવાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment