Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંકના લોકરમાંથી 45 લાખના 3 ગોલ્ડ બિસ્કિટ બદલાઈ ગયા:300 ગ્રામના બિસ્કિટમાંથી માત્ર 65 ગ્રામ જ ગોલ્ડ નીકળ્યું, વેપારીના પત્નીને લગ્ન સમયે કરિયાવરમાં મળ્યા હતા

    1 day ago

    સુરતમાં રહેતા અને દવાના ઉત્પાદકે કેનરા બેંકના લોકરમાં રાખેલા 100-100 ગ્રામના કુલ 45 લાખની કિંમતના 3 બિસ્કિટ બદલાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. બેંક લોકરમાંથી ગોલ્ડ બિસ્કિટ ઘરે લાવ્યા બાદ વેપારીને શંકા જતા જ્વેલર્સને ત્યાં તપાસ કરાવી હતી. વેપારીનો દાવો છે કે, જે 3 બિસ્કિટનું કુલ વજન 300 ગ્રામ હતું તેમાં માત્ર 65 ગ્રામ જ ગોલ્ડ મળ્યું છે. જ્યારે 235 ગ્રામ અન્ય ધાતુ હોવાનો દાવો કરાયો છે. જે રીતે બેંક લોકર ઓપરેટ કરવાની વ્યવસ્થા હોય છે તેને જોતા લોકરમાંથી ચોરી થવી મુશ્કેલ છે. તેમ છતાં જ્યારે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસે અલગ અલગ ત્રણ દિશામાં તપાસ શરૂ કરી છે. જાન્યુઆરી,2025માં દાગીના મૂળ સ્થિતિમાં હતા,એક વર્ષમાં ખેલ ખેલાયો આ ઘટના જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025થી લઈને 18 ફેબ્રુઆરી, 2026 વચ્ચેના એક વર્ષના સમયગાળા દરમિયાન ઘટી હોવાની પ્રબળ આશંકા છે. રીનમભાઈએ જણાવ્યું છે કે, અગાઉ વર્ષ 2025ના જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસમાં તેઓએ લોકરમાંથી સોનાના છ સેટ, હીરાના ત્રણ સેટ, આઠ સોનાની બંગડીઓ, ત્રણ સોનાના બિસ્કિટ અને એક કિલો ચાંદીની ઈંટ સહિતનો તમામ સામાન બહાર કાઢ્યો હતો. તે સમયે તમામ દાગીના અને સોનાના બિસ્કિટ એકદમ સાચી અને મૂળ સ્થિતિમાં હતા. એટલે કે, જાન્યુઆરી 2025 સુધી લોકરમાં કોઈ છેડછાડ થઈ ન હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ તેના બરાબર એક વર્ષ બાદ જ્યારે 18 ફેબ્રુઆરી 2026ના રોજ ફરીથી લોકર ઓપરેટ કરવામાં આવ્યું અને બધો સામાન ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે જ આ ચોરી પકડાઈ હતી. જે દર્શાવે છે કે આ 12 મહિનાની અંદર જ બિસ્કિટ અજાણ્યા શખ્સે ખેલ પાડી દીધો હોવાની આશંકા છે. 300 ગ્રામના બિસ્કિટમાંથી માત્ર 65 ગ્રામ ગોલ્ડ નીકળ્યાનો દાવો આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 18 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે દોઢ વાગ્યે રીનમભાઈ અને તેમના પત્ની દીપાબેન બેંકના લોકર નંબર 181માંથી પોતાનો તમામ કિંમતી સામાન કાઢીને ઘરે લાવ્યા હતા. ઘરે લાવીને જ્યારે બિસ્કિટની તપાસ કરવામાં આવી ત્યારે શંકા ઉપજતા તેમણે સિટી લાઈટ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ 'વિરચંદ ગોવિંદજી જ્વેલર્સ' ખાતે તેની ખરાઈ કરાવી હતી. જ્વેલર્સની તપાસમાં સામે આવ્યું કે, જે બિસ્કિટ અગાઉ 100 ગ્રામના શુદ્ધ સોનાના હતા,તેમાં હવે માત્ર 30 ટકા જ સોનું રહ્યું છે. એટલે કે, કૂલ 300 ગ્રામના 3 સોનાના બિસ્કિટમાં માત્ર 65 ગ્રામ જ સોનું મળ્યું હોવાનો બિસ્કિટ પર હોલમાર્ક ડિઝાઈન હતા તે પણ ન હોવાનો દાવો કરાયો છે. પત્નીને સ્ત્રીધન તરીકે મળેલા 100-100 ગ્રામના 3 બિસ્કિટ લોકરમાં રાખ્યા હતા સુરતમાં દવાના ઉત્પાદન સાથે સંકળાયેલા રીનમભાઈના લગ્ન વર્ષ 1994માં ખંભાત ખાતે રહેતા મહેશભાઈ છોટાલાલ શાહની પુત્રી દીપાબેન સાથે થયા હતા. લગ્ન સમયે દીપાબેનને તેમના પિયર પક્ષ તરફથી સ્ત્રીધન તરીકે સોનાના ચાર બિસ્કિટ આપવામાં આવ્યા હતા, જેમાં દરેક બિસ્કિટ 100 ગ્રામનું હતું અને તેના પર પ્રોપર હોલમાર્કનો સિક્કો પણ મારેલો હતો. ફરિયાદી દંપતી વર્ષોથી નાનપુરાની આ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે અને આ સોનાના બિસ્કિટો તેમણે પોતાની જિંદગીની મૂડી સમજીને બેંકના લોકર નંબર 181માં સુરક્ષિત મૂક્યા હતા. પરંતુ સુરક્ષિત ગણાતા લોકરમાંથી જ ચોરી થઈ હોવાનો આક્ષેપ દંપતી દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં લોકરની ચાવી ખોવાયા બાદ નવી બનાવવામાં આવી હતી પોલીસ ફરિયાદમાં વેપારીએ એક મહત્વની કડીનો ઉલ્લેખ કર્યો છે જેના પર પોલીસને પણ મોટી આશંકા છે. વર્ષ 2017-2018ના ગાળામાં રીનમભાઈ શાહ પોતાના પરિવાર સાથે મહાવીર હોસ્પિટલની સામે આવેલા સિદ્ધશીલા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યાંથી જ્યારે તેઓ પોતાના હાલના વેસુના સરનામે મકાન શિફ્ટ કરી રહ્યા હતા, ત્યારે સામાનની હેરફેર દરમિયાન લોકરની અસલ ચાવી કોઈક રીતે ખોવાઈ ગઈ હતી. આ અંગે તેમણે બેંક સત્તાધીશોને જાણ કરી નવી ચાવી મેળવવા માટે લેખિત અરજી કરી હતી. બેંક દ્વારા તે સમયે અંદાજે રૂ. 10,000/- જેટલી પેનલ્ટી કે ફી વસૂલવામાં આવી હતી અને રીનમભાઈની હાજરીમાં જ લોકર તોડીને અથવા રીપેર કરીને નવી ચાવી બનાવવામાં આવી હતી, જેમાંથી એક ચાવી ગ્રાહક તરીકે તેમને સુપ્રત કરાઈ હતી. ત્યારબાદ તેઓ રૂટીન મુજબ આ લોકર ઓપરેટ કરતા આવ્યા હતા, જેથી આ ચાવી બદલવાની પ્રક્રિયા સાથે કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે આશંકા સેવાઈ રહી છે. અઠવા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી CCTV અને લોકર રેકોર્ડ જપ્ત કર્યા સામાન્ય રીતે બેંક લોકરને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, જ્યાં ગ્રાહક અને બેંક મેનેજર બંનેની ચાવી સાથે મળીને જ લોકર ખુલી શકે છે, તેથી અંદરના જ કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી. અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમે ગુનો નોંધીને કેનરા બેંકની નાનપુરા શાખાના લોકર રૂમના એન્ટ્રી રજિસ્ટર, છેલ્લા એક વર્ષના સીસીટીવી (CCTV) ફૂટેજ અને લોકર ઓપરેટ કરનારા તમામ સ્ટાફ તેમજ ગ્રાહકોની યાદી મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે 2017માં જ્યારે લોકરની ચાવી ખોવાઈ હતી ત્યારે કોઈ ડુપ્લિકેટ ચાવી બહાર તો નહોતી રહી ગઈ ને? પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે સમાંતર તપાસ કરી રહી છે. 5 મહિના પહેલા વડોદરાની કોસમોસ બેંકના લોકરમાંથી NRIના 45 તોલા દાગીના ગાયબ થયા હતા અમેરિકામાં રહેતા અને વડોદરા દીકરીના લગ્ન માટે પાંચ મહિના પહેલા વડોદરા આવેલા એક NRI પરિવારે કોસમોસ બેંકના લોકરમાં રાખેલા 45 તોલા સોનાના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.ખાતેદારે નોંધાવેલી ફરિયાદ મુજબ 2024માં તેમણે સોના અને ચાંદીના દાગીના લોકરમાં મૂક્યા હતા,જેમાં ચેક કરતાં ફક્ત ચાંદીના દાગીના જ મળ્યા હતા. જે સોનાના દાગીના, લગડી અને સિક્કા હતા એ ગાયબ હતા.
    Click here to Read More
    Previous Article
    'મોદી હાય...હાય...આઝાદી હમ લે કે રહેંગે':અમદાવાદ અને સુરતમાં વાંગચુકના સમર્થનમાં યુવાનો રસ્તા પર ઉતરતાં અટકાયત, દિલ્હી જંતર-મંતરના પડઘા ગુજરાતમાં
    Next Article
    સ્પા-મસાજ પાર્લરો પર પોલીસની બાઝ નજર:સંચાલકોથી લઈને કર્મચારીઓ સુધીની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી હવે ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment