Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વિરાસતથી વિકસિત ભારત'નો મંત્ર:જ્ઞાન ભારતમ મિશન હેઠળ 1 કરોડ પાંડુલિપિઓનો સર્વે, 3.76 લાખ ડિજિટલ અપલોડ; ધવલ પટેલના પ્રશ્ને સંસદમાં મનસુખ માંડવીયાનો જવાબ

    1 day ago

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વલસાડના સાંસદ ધવલ પટેલે ભારતની પાંડુલિપિઓના સંરક્ષણ માટે શરૂ કરાયેલા 'જ્ઞાન ભારતમ મિશન' અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો. તેમણે મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તેના મુખ્ય ઘટકો કયા છે તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ સંસદીય ક્ષેત્રમાં ધોળિયા, કોકણા, વારલી સહિતની જનજાતિઓની પરંપરા અને પાંડુલિપિઓનું દસ્તાવેજીકરણ તથા તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તે અંગે માહિતી માંગી હતી. 'વિરાસત આપણને દિશા આપે છે અને દર્શન પણ આપે છે' જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, 'વિરાસત આપણને દિશા પણ આપે છે અને દર્શન પણ આપે છે.' તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશને પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક અને જ્ઞાન પરંપરામાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપ્યો છે. પાંચ પ્રણમાં પણ વિરાસતમાંથી પ્રેરણા લેવાની વાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે 'જ્ઞાન ભારત મિશન' શરૂ કર્યું માંડવીયાએ જણાવ્યું કે દેશની અમૂલ્ય પાંડુલિપિઓ મંદિરો, મઠો, મહાવિદ્યાલયો, જૈન ભંડારો અને વિવિધ સંગ્રહાલયોમાં વિખેરાયેલી છે. આ અમૂલ્ય જ્ઞાનસંપદાનું સંરક્ષણ, ડિજિટાઇઝેશન અને સંશોધકો માટે સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી કેન્દ્ર સરકારે 'જ્ઞાન ભારત મિશન' શરૂ કર્યું છે. દેશમાં 1 કરોડથી વધુ પાંડુલિપિઓનો સર્વે કર્યો તેમણે માહિતી આપી કે અત્યાર સુધી દેશમાં 1 કરોડથી વધુ પાંડુલિપિઓનો સર્વે કરવામાં આવ્યો છે. તેમાંથી મોટી સંખ્યામાં પાંડુલિપિઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે અને 3 લાખ 76 હજારથી વધુ પાંડુલિપિઓ ડિજિટલ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી છે. આગામી સમયમાં સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ પાંડુલિપિઓને પણ ડિજિટલ સ્વરૂપમાં લાવવાનું આયોજન છે, જેથી દેશની જ્ઞાન પરંપરા વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચી શકે. વિરોધ પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો આ પ્રશ્નોત્તરી દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે ગૃહમાં ગહમાગરમીનું વાતાવરણ સર્જાયું. નોંધનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિવિધ મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા અને પ્રશ્નોત્તરીનો દોર શરૂ થયો છે.
    Click here to Read More
    Previous Article
    સ્પા-મસાજ પાર્લરો પર પોલીસની બાઝ નજર:સંચાલકોથી લઈને કર્મચારીઓ સુધીની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી હવે ફરજિયાત
    Next Article
    સાબરકાંઠા LCB એ રાજસ્થાનથી દારૂ ઝડપ્યો:હિંમતનગર નજીકથી 107 બોટલ દારૂ અને કાર મળી 7.59 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment