Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના બે બનાવ:એક યુવાને બીમારીથી કંટાળી અને બીજા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    3 days ago

    રાજકોટ શહેરમાં વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે. પ્રથમ બનાવમાં વિજય રવજીભાઈ દોમડીયા નામના યુવાને બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું અને બીજા બનાવમાં સતીશ ચૌહાણ નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બીમારીથી કંટાળી યુવકે કર્યો આપઘાત વિજય રવજીભાઈ દોમડીયા (ઉં.વ.30) ગઈકાલે 4 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટાફ મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં મૃતક વિજયભાઈએ પ્રેમ લગ્ન કર્યાં હોવાનું અને આણંદપર ગામ રહેતા હતા પરંતુ ચાર પાંચ મહિના પહેલા કામ ધંધાની શોધમાં રાજકોટ વેલનાથ વિસ્તારમાં પોતાના ભાઈની સાથે રહેવા આવ્યા હતા. મૃતકે પગમાં અગાઉ ઓપરેશન કરી સળિયા નખાવ્યા હતા હવે આ સળિયા ખૂબ દુઃખાવો કરતા હતા અને સળિયા કાઢવા માટે ઓપરેશનની વાતચીત ચાલતી હતી. પરંતુ અસહ્ય દુઃખાવાથી કંટાળી ઘરે પાંખમાં સાળી બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ પાસે આવેલા રોહીદાસ પરા શેરી નં.7માં રહેતા સતીષ જેશીંગભાઇ ચૌહાણ (ઉ.વ.37) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સતીષ બે ભાઇ એક બહેનમાં નાનો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તેના પિતા બહુમાળી ભવનના નિવૃત્ત કર્મચારી છે. સતીષના ચાર વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હોવાનુ જાણવા મળ્યુ છે. તેણે આ પગલુ શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી બી ડિવિઝન પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. તીથવા ગામે હાર્ટ એટેક આવતા રાજકોટના યુવકનું મોત નીપજ્યું રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતો પ્રવિણ દિનેશભાઇ સોલંકી (ઉ.વ.27) ગઇકાલે 3 વાગ્યા આસપાસ વાંકાનેરના તીથવા ગામે હતો ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો જેથી યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયા તેનુ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન શાકભાજીનો ધંધો કરતો હતો અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. પ્રવિણ સોલંકીના પડધરી રહેતા સાળાની ગઇકાલે તીથવા ગામે જાન ગઇ હતી જેમાં તે સાથે ગયો હતો જયા તેનુ હાર્ટએટેકથી મોત થતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સીરામીક પાવડરની બોરીઓની આડમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી આરજે.02.જીએ.9643 નંબરના એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં સીરામીક પાવડરની પ્લાસ્ટિકની બોરીઓની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રૂ.3,59,424ની કિંમતની દારૂની 3984 બોટલો કબ્જે કરવામાં આવી હતી આ ઉપરાંત ટ્રકમાંથી રૂ.1.60 લાખની કિંમતનો 400 લિટર આલ્કોહોલીક કેમિકલ પ્રવાહી મળી આવતા દારૂ, કેમિકલ, ટ્રક મળી રૂ.12,26,424નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક રઘુવીરસિંગ રતનસિંગ ચૌહાણ અને ગોકુલસિંગ સંગ્રામસિંગ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી દિનેશસિંગએ ભરી આપ્યો હોવાનું અને અહીં ગૌતમ અને અનિલ નામના શખ્સો દારૂની ડિલિવરી આપવાની હતી જો કે એ પહેલા PCBએ દરોડો પાડી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા બંને શખ્સો અગાઉ પણ એક વખત ખેપ મારી ચુક્યાનું સામે આવ્યું છે જયારે દારૂ મંગાવનાર ગૌતમને અગાઉ PCBએ જ દારૂના ગુનામાં પકડ્યો હતો. 19 કિલો પોસડોડા સાથે એક શખ્સની ધરપકડ રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા માદક પદાર્થ પોસડોડા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીક નવાગામ જવાના રસ્તે શિવશક્તિ હોટલની બહાર રોડ પર એક શખ્સ માદક પદાર્થના જથ્થા સાથે ઉભો હોવાની ચોક્કસ બાતમી આધારે સ્થળ પર પહોંચી તલાસી લેતા ચુનારામ જાટ (ઉ.વ.37) માદક પદાર્થ પોસડોડા સાથે મળી આવતા FSLની મદદ લઇ કુલ 19.300 કિલો પોસડોડા અને એક મોબાઈલ સહીત 3.33 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી દ્વારા આ જથ્થો કોની પાસેથી લાવ્યો હોવાનું અને અહીંયા કોને કોને વહેંચતો હતો સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાહન ઓવરટેક કરવા જેવી બાબતે કોટેચા ચોકમાં બે યુવાન પર છરી વડે હુમલો કરાયો રાજકોટમાં ઢેબર રોડ પર હરીઓમ સોસાયટીમાં રહેતાં અમરદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.23) અને તેના મિત્ર રામદેવસિંહ ચુડાસમા (ઉ.વ.22) રાત્રીનાં 12.30 વાગ્યા આસપાસ કોટેચા ચોક પાસે હતા ત્યારે બાદલ સોલંકી અને કેતન દવેરા સહિત ત્રણ શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા મારી નાસી છુટયા હતાં. બન્ને યુવકને પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં અમરદીપસિંહ જાડેજા મુળ લોધિકાના પીપળીયા ગામના વતની હોવાનુ અને એચ.એન.શુકલા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. અમરદીપસિંહ પોતાનું બાઈક લઈ એસ્ટ્રોન ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્કુટર સવાર બે શખ્સોએ ઓવરટેક કરવા મુદ્દે ઝઘડો કરી અમરદીપસિંહને ફડાકા મારી દીધા હતાં બાદમાં એક શખ્સ સ્કુટર લઈ નાસી છુટયો હતો જ્યારે ઉભા રહેલા બાદલ સોલંકીએ સમાધાન કરાવી દેવાનું કહ્યું હતું જેથી અમરદીપસિંહ જાડેજાએ તેના મિત્ર રામદેવસિંહ ચુડાસમાને બાદલ સોલંકીને ક્રિસ્ટલ મોલ મુકવા જવાનું કહ્યું હતું. દરમિયાન કોટેચા ચોકમાં બાદલ સ્કુટરમાંથી ઉતરી ગયો હતો અને રામદેવસિંહ ચુડાસમાને ગાળો ભાંડી હતી. જે અંગે રામદેવસિંહએ અમરદીપસિંહને જાણ કરતાં અમરદીપસિંહ ત્યાં પહોંચ્યો હતો દરમિયાન ત્રણેય શખ્સોએ ‘આજે તમને જીવતા નથી જવા દેવા’ તેમ કહી છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ માલવિયાનગર પોલીસે હુમલાખોર બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એમ.પી. શાહ કોલેજના વિદ્યાર્થીઓએ થેલેસેમિયા તપાસ કરાવી:રેડક્રોસ, રોટરી ક્લબ વઢવાણ મેટ્રોએ સંયુક્ત આયોજન કર્યું
    Next Article
    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો યથાવત્, 8 બાળકોના મોત:63 શંકાસ્પદમાંથી 12 પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ, અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ અને સ્ક્રીનિંગ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment