Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમ.પી. શાહ કોલેજના વિદ્યાર્થીઓએ થેલેસેમિયા તપાસ કરાવી:રેડક્રોસ, રોટરી ક્લબ વઢવાણ મેટ્રોએ સંયુક્ત આયોજન કર્યું

    3 days ago

    સુરેન્દ્રનગરની શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે થેલેસેમિયા જાગૃતિ અને સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુરેન્દ્રનગર જિલ્લા શાખા, રોટરી ક્લબ ઑફ વઢવાણ મેટ્રો અને રોટરેક્ટ ક્લબ ઑફ વઢવાણ મેટ્રોના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 326 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને થેલેસેમિયાની તપાસ કરાવી હતી. વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવા અને ભવિષ્યમાં થેલેસેમિયા મુક્ત સમાજનું નિર્માણ કરવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુરેન્દ્રનગરના ચેરમેન કલ્પેશભાઈ સંઘવી, બોર્ડ મેમ્બર કિરીટભાઈ ત્રિવેદી, ઉમંગભાઈ શાહ અને ડૉ. નિરાલીબેન દોશી ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઑફ વઢવાણ મેટ્રોના પ્રમુખ નિમિષભાઈ શાહ સહિત પ્રણવ મહેતા, અભિષેક બાવળિયા, અંકુર શાહ, અંકિત અમૃતિયા, ધર્મેશ રાણપુરા, પ્રશાંત શેઠ, રાજેન્દ્રસિંહ રાણા, શૈલી અમૃતિયા, ભાવિની શાહ, દેવાંશીબા ઝાલા, રેખાબા રાણા, સોનલ શાહ, જાનવી બાવળિયા અને ડૉ. શ્રુતિ ગાંધી પણ હાજર રહ્યા હતા. રોટરેક્ટ ક્લબ ઑફ વઢવાણ મેટ્રોના પ્રમુખ વત્સ વોરા અને પ્રજ્ઞેશ સોની પણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. વઢવાણ તાલુકાના ટી.એચ.ઓ. ડૉ. ભરતભાઈ મેવાડાની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમ માટે પ્રેરણાદાયી બની હતી. કોલેજના પ્રિન્સિપાલ દિલીપભાઈ વજાણી અને કોલેજના પ્રાધ્યાપકગણે કાર્યક્રમના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી નિલેશભાઈ ભારતીય અને તેમની થેલેસેમિયા ટીમે પણ કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. રેડક્રોસના ચેરમેન કલ્પેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે થેલેસેમિયા અંગે વધુ જાગૃતિ લાવવા અને યુવા પેઢીને સ્વસ્થ ભવિષ્ય તરફ દોરી જવા માટે આવા કેમ્પો ભવિષ્યમાં પણ સતત યોજવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના મહિયો બ્રિજ ડાયવર્ઝન જાહેરનામું 4 માસ લંબાવાયું:વેગણપુર-કાંકણપુર રોડ પર બ્રિજ કામગીરીને કારણે 18 ઓક્ટોબર સુધી વાહનવ્યવહાર બંધ, બે વૈકલ્પિક માર્ગ જાહેર
    Next Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:એક યુવાને બીમારીથી કંટાળી અને બીજા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment