Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના મહિયો બ્રિજ ડાયવર્ઝન જાહેરનામું 4 માસ લંબાવાયું:વેગણપુર-કાંકણપુર રોડ પર બ્રિજ કામગીરીને કારણે 18 ઓક્ટોબર સુધી વાહનવ્યવહાર બંધ, બે વૈકલ્પિક માર્ગ જાહેર

    2 days ago

    ગોધરા તાલુકાના વેગણપુર-કાંકણપુર રોડ પર મહિયો નદીના બ્રિજની ચાલી રહેલી કામગીરીને કારણે વાહનવ્યવહાર ડાયવર્ઝનના જાહેરનામાની મુદતમાં ચાર માસનો વધારો કરવામાં આવ્યો છે. આ માર્ગ હવે 18 ઓક્ટોબર, 2026 સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. અગાઉ આ કામગીરી માટે જુલાઈ 2026 સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જોકે, હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી નદીમાં પાણીનો પ્રવાહ વધુ છે. આ સ્થિતિમાં બ્રિજ સાઈટની બાજુમાં બનાવેલું ટેમ્પરરી ડાઈવર્ઝન ધોવાઈ જવાની સંભાવના છે. જનતાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જાહેરનામાની મુદત લંબાવવાનો નિર્ણય લેવાયો છે. વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે. મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા બે વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ રૂટ વેગણપુરથી વિંઝોલ થઈ, પઢીયાર થઈને કાંકણપુર જઈ શકાશે, જેનું અંતર આશરે 9 કિલોમીટર છે. બીજો રૂટ વેગણપુરથી નેશનલ હાઈવે થઈ, 61 કચોકડી થઈને કાંકણપુર જઈ શકાશે, જેનું અંતર આશરે 13 કિલોમીટર રહેશે.
    Click here to Read More
    Previous Article
    બેંકના લોકરમાંથી 45 લાખના 3 ગોલ્ડ બિસ્કિટ બદલાઈ ગયા!:300 ગ્રામના બિસ્કિટમાંથી માત્ર 65 ગ્રામ જ ગોલ્ડ નીકળ્યું, વેપારીના પત્નીને લગ્ન સમયે કરિયાવરમાં મળ્યા હતા
    Next Article
    એમ.પી. શાહ કોલેજના વિદ્યાર્થીઓએ થેલેસેમિયા તપાસ કરાવી:રેડક્રોસ, રોટરી ક્લબ વઢવાણ મેટ્રોએ સંયુક્ત આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment