Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો યથાવત્, 8 બાળકોના મોત:63 શંકાસ્પદમાંથી 12 પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ, અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ અને સ્ક્રીનિંગ તેજ

    3 days ago

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (CHPV)ને લઈને આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. વર્ષ 2026 દરમિયાન રાજ્યમાં અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. ચિંતાજનક બાબત એ છે કે પોઝિટિવ આવેલા 12 પૈકી 8 બાળકોના મોત થયા છે, જ્યારે 8 દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ હજુ બાકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર ચાંદીપુરા વાયરસની પ્રથમ ઓળખ વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં થઈ હતી. આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય (રેતીની માખી) દ્વારા ફેલાય છે અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધુ જોવા મળે છે. તાવ, ઊલટી, ખેંચ અને બેભાન થવા જેવા લક્ષણો બાદ ગંભીર સ્થિતિમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES) થઈ શકે છે. તમામ સેમ્પલ ગાંધીનગર GBRC લેબોરેટરીમાં મોકલાયા રાજ્ય સરકારે તમામ શંકાસ્પદ દર્દીઓને મેડિકલ કોલેજ, જિલ્લા હોસ્પિટલ અથવા વિશેષ હોસ્પિટલોમાં દાખલ કરી સારવાર શરૂ કરી છે. તમામ સેમ્પલની તપાસ માટે ગાંધીનગર સ્થિત GBRC લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. ઉપરાંત દરેક કેસમાં રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) દ્વારા તપાસ અને ફિલ્ડ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. 117 સેન્ડ ફ્લાયના નમૂનાઓની તપાસ કરાઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્ટર નિયંત્રણ, ફોગિંગ, સ્ક્રીનિંગ અને વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યભરના 1,993 બાળરોગ નિષ્ણાતોને (પીડિયાટ્રિશિયન) ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (IAP)ના સહયોગથી CME મારફતે તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 117 સેન્ડ ફ્લાયના નમૂનાઓની તપાસ પણ કરવામાં આવી છે. લક્ષણો દેખાતા તાત્કાલિક તબીબી સલાહ લેવા અનુરોધ આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે, બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ અથવા બેભાન થવાના લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર માટે લઈ જવું. તેમજ સેન્ડ ફ્લાયથી બચવા માટે સંપૂર્ણ કપડાં પહેરવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને આસપાસ સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો સ્વયં સારવાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:એક યુવાને બીમારીથી કંટાળી અને બીજા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    Next Article
    મેમનગરમાં 7મો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:આરએમએસ ગાર્ડનમાં મોર્નિંગ વૉકર્સ ગ્રુપ દ્વારા 85 વૃક્ષો વાવવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment