Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણમાં પારદર્શિતા માટે ભુજમાં જાહેર પ્રદર્શન:સમાન તક અને ન્યાયની માંગ સાથે યુવાનો જોડાયા

    1 day ago

    ભુજ શહેરમાં શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, સમાન તક અને ન્યાયની માંગ સાથે કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા જ્યુબિલી સર્કલ પાસે એક જાહેર પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો જોડાયા હતા.આયોજકોએ જણાવ્યું હતું કે, પ્રદર્શનનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે ઉદ્ભવેલા પ્રશ્નો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો અને સરકારનું ધ્યાન દોરવાનો હતો. પ્રદર્શનકારીઓએ લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને સમર્થન આપ્યું હતું અને CJP – Cockroach Janata Partyના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.પ્રદર્શનકારીઓએ શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નો અને પરીક્ષા પદ્ધતિમાં વિશ્વસનીયતા જાળવવા અંગે વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. સમિતિના આગેવાનોએ NEET પરીક્ષા પેપર લીક જેવી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થાય છે. આગેવાનોએ પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણના વધતા વ્યાપારીકરણ અંગે પણ ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક વિદ્યાર્થીનો અધિકાર છે અને તે માત્ર આર્થિક રીતે સક્ષમ વર્ગ સુધી મર્યાદિત ન રહેવું જોઈએ.પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માંગ ઉઠાવી હતી. આ માંગણીઓ સાથે લોકશાહી માધ્યમથી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચ્છ ક્રાંતિ સમિતિએ સ્પષ્ટ કર્યું કે શિક્ષણ, ન્યાય અને પારદર્શિતા જેવા મુદ્દાઓ કોઈ એક સંગઠન પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજ સાથે જોડાયેલા પ્રશ્નો છે. સમિતિએ યુવાનો, વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકોને આવા મુદ્દાઓ પર સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. સમિતિએ ભવિષ્યમાં પણ શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતને લગતા પ્રશ્નો પર લોકજાગૃતિ અભિયાન અને શાંતિપૂર્ણ કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    પંચાયતમાં 8 સમિતિના ચેરમેનોની બિનહરીફ વરણી:રાજકોટ જિલ્લામાં વિકાસ કાર્યો વેગવંતા બનાવવા અને રસ્તાના કામોને પ્રાથમિકતા આપવા માટેનો નવનિયુક્ત ચેરમેનોએ કર્યો સંકલ્પ
    Next Article
    Editor's View: વાંગચુક બીજા અન્ના હજારે કેમ ના બની શક્યા?:સાત કારણોથી બન્ને આંદોલનોની સરખામણી ખોટી, મોદીએ ઇન્દિરા ગાંધી જેવું ડેરિંગ ના કરવાનું ગણિત સમજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment