Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ એરપોર્ટને બદલે એલાયન્સ એરની ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ:ખરાબ હવામાનના કારણે અમદાવાદથી દમણ જવાની કનેક્ટીંગ ફ્લાઈટ પણ રદ્દ, વિમાન સીધું દિલ્હી ગયું

    1 day ago

    દમણ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદ અને પ્રતિકૂળ હવામાનની અસર હવાઈ સેવા પર પણ જોવા મળી છે. દિલ્હીથી દમણ આવી રહેલી એલાયન્સ એરની ફ્લાઇટ દમણ એરપોર્ટ પર લેન્ડિંગ કરી શકી નહોતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે દિલ્હી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સૂચના બાદ પાયલટે વિમાનને સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કર્યું હતું. આ ઘટનાને કારણે દમણ આવતા તેમજ ત્યાંથી દિલ્હી જવાના અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. લેન્ડિંગ નિષ્ફળ જતાં અમદાવાદમાં ઉતારવામાં આવ્યા દમણના મુસાફરો મળતી માહિતી મુજબ, એલાયન્સ એરની ફ્લાઇટ નંબર LLR811 (9I811) દમણ એરપોર્ટની નજીક પહોંચી ત્યારે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. પાયલટે લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાને પ્રાથમિકતા આપીને ફ્લાઇટને અમદાવાદ મોકલવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ દમણ જવાના તમામ મુસાફરોને ત્યાં જ ઉતારી દેવામાં આવ્યા હતા. હવામાનમાં સુધારો ન થતાં એરલાઇને દમણ માટેની કનેક્ટિંગ ફ્લાઇટ પણ રદ્દ કરી દીધી હતી, જેના કારણે મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. અમદાવાદથી દમણ જવાની ફ્લાઇટ પણ રદ્દ, વિમાન સીધું દિલ્હી પરત ગયું અમદાવાદથી દમણ જવાના મુસાફરો માટે નિર્ધારિત ફ્લાઇટ નંબર LLR1811 (9I1811) પણ હવામાનના કારણે રદ્દ કરવામાં આવી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ માહિતી અનુસાર, દમણમાં હવામાન અનુકૂળ ન બનતાં વિમાન અમદાવાદથી દમણ જવાના બદલે સીધું દિલ્હી પરત ફરી ગયું હતું. દરમિયાન અમદાવાદથી દિલ્હી જવા ઈચ્છતા મુસાફરોને આ જ ફ્લાઇટમાં બેસાડીને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. દમણ દમણ એરપોર્ટ પર વહેલી તકે ILS સિસ્ટમ સ્થાપિત કરવાની માંગ આ સમગ્ર ઘટનાએ દમણ એરપોર્ટ પર આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ-ILSના અભાવનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. હાલમાં દમણ એરપોર્ટ પર વિમાનોનું સંચાલન મુખ્યત્વે VOR/DME ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ સિસ્ટમના આધારે થાય છે. ILS જેવી પ્રિસિઝન લેન્ડિંગ સિસ્ટમ ઉપલબ્ધ ન હોવાથી ભારે વરસાદ, ધુમ્મસ અથવા ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં વિમાનોનું સુરક્ષિત લેન્ડિંગ મુશ્કેલ બની જાય છે, જેના કારણે ફ્લાઇટો વારંવાર ડાયવર્ટ અથવા રદ્દ કરવાની ફરજ પડે છે. આ ઘટનાના પગલે સ્થાનિકો અને મુસાફરોએ દમણ એરપોર્ટ પર વહેલી તકે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની માંગ ઉઠાવી છે. તેમના મતે, જો આ આધુનિક સુવિધા ઉપલબ્ધ બનશે તો ખરાબ હવામાન દરમિયાન પણ સુરક્ષિત રીતે ફ્લાઇટનું સંચાલન શક્ય બનશે, ડાયવર્ઝનની ઘટનાઓમાં ઘટાડો થશે અને મુસાફરોને વધુ વિશ્વસનીય તથા સુવિધાસભર હવાઈ સેવા મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં ATSના ધામા, આતંકીના ઘરે સર્ચ ઓપરેશન:મકાનની અગાશીમાં બોમ્બ-વિસ્ફોટક પાઉડર બનાવી નદીમાં પરીક્ષણ કરતા; ટીમે મોહમ્મદને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યું
    Next Article
    મોરબીની સરકારી કચેરીઓમાં POSH ACT અંતર્ગત જાગૃતિ સેમિનારો યોજાયા:કાયદાકીય જોગવાઈઓ અને ફરિયાદ નિવારણ તંત્ર અંગે વિસ્તૃત માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment