Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરમાં ATSના ધામા, આતંકીના ઘરે સર્ચ ઓપરેશન:મકાનની અગાશીમાં બોમ્બ-વિસ્ફોટક પાઉડર બનાવી નદીમાં પરીક્ષણ કરતા; ટીમે મોહમ્મદને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યું

    1 day ago

    આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા પાંચ આતંકીઓને ગુજરાત ATSએ 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી દબોચ્યા હતા. આ ઝડપાયેલા પાંચ આતંકીઓ પૈકીના સિદ્ધપુરના ખાડિયાસણમાં રહેતા આતંકી મોહમ્મદ ઐયુબ કડીવાલના ઘરે ATS દ્વારા ફરી એકવાર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોહમ્મદના ઘરે તેમજ જ્યા બોમ્બ વિસ્ફોટનું પરિક્ષણ કરતા હતા તે નદીમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે. આતંકીને સાથે રાખી તેના નિવાસસ્થાને તપાસ કરાઈ ATSની ટીમે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સર્ચ હાથ ધર્યું હતું. આતંકી મોહમ્મદ ઐયુબ કડીવાલને સાથે રાખીને તેના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મકાનની અગાશી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યાં મોહમ્મદ કડીવાલ બોમ્બ બનાવવાની અને વિસ્ફોટક પાવડર તૈયાર કરવાની પ્રવૃત્તિ કરતો હતો. ઉમરદશી નદીમાં આંતકીઓ બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કરતા હતા ખડિયાસણ મદ્રેસા પાસે ઉમરદશી નદીમાં આંતકીઓ બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કરતા હતા. આ ઉપરાંત કબરસ્તાનની બાજુમાં ખુ્લ્લી જગ્યામાં પણ પરીક્ષણ કરતા હતા. જે બન્ને જગ્યાએ પણ ATS દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. ATSની ટીમ દ્વારા હાલ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે કે, વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવવામાં આવતી હતી અને આ ષડયંત્રમાં અન્ય કેટલા લોકો સામેલ છે. પુત્ર ઘરની અગાશીમાં વિસ્ફોટક પાવડર બનાવતો હતોઃ પિતા આ સમગ્ર મામલે આતંકી મોહમ્મદ કડીવાલના પિતા ઐયુબ કડીવાલે મીડિયા સામે કબૂલાત કરી હતી કે, તેનો પુત્ર ઘરની અગાશીમાં વિસ્ફોટક પાવડર બનાવતો હતો અને બોમ્બ બનાવવાની કામગીરી કરતો હતો. પિતાની આ કબૂલાત બાદ ATSના અધિકારીઓએ અગાશીના ભાગેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી. ATSની ટીમ હાલ સિદ્ધપુર બાદ સરસ્વતિ તાલુકાના હૈદરપુરા ગામે તપાસ માટે રવાના થઈ છે. ઉ.ગુજરાત આતંકીઓનો ગઢ, મહિનાની અંદર 13 ઝડપાયા ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા ATSએ આતંકીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ઝડપી લેવાયા હતા. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરી નિવેદન લીધા હતા, જે બાદ પાંચની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે જ સંકળાયેલા હતા. આ આતંકીઓએ 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું. મોટાભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડાવા માટે દાવત આપતા હતા. આતંકીઓ દ્વારા આવી કુલ ત્રણ દાવત આપવામાં આવી છે. 13 આતંકીમાંથી 11 તો 18થી 25 વર્ષના તમામ 13 આતંકી ઉત્તર ગુજરાતના છે. જેમાંથી 5 પાલનપુર(બનાસકાંઠા) તાલુકાના, 6 સિદ્ધપુર(પાટણ) તાલુકાના જ્યારે 1 સરસ્વતી અને 1 વડગામ તાલુકાનો છે. માત્ર એટલું જ નહીં, 13માંથી 11ની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે છે. જ્યારે બાકીના 2માંથી એક 30 અને એક 40 વર્ષનો છે. આમ ઉત્તર ગુજરાત આતંકનો ગઢ બની રહ્યું છે. એક સમયે ઉત્તરપ્રદેશમાં જેમ આઝમગઢ જિલ્લો આતંકીઓનો ગઢ હતો એવું જ ઉત્તર ગુજરાતમાં થઈ રહ્યું છે. 2 આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં AK 47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી ATSએ ગત 3 જુલાઈએ જે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, તેમને 17 જુલાઈએ કડી કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં ATSએ 5 આતંકીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ માટે અલગ અલગ મુદ્દા રજૂ કર્યા હતા. ત્યાર બાદ કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મહેસાણા જેલમાં ધકેલાયા હતા. કુલ 8 પૈકી 2 આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં AK 47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. સાથે જ કાર્બન મોનોક્સાઇડ બનાવવાની તાલીમ પણ લીધી હતી. 2 વ્યક્તિ પૈકી 1 આતંકી વડોદરાના શખસને મળ્યો હતો. અકીલ મુઝાહિદ કૈસે કરેમાં આતંકવાદના 40 તરકીબ આપેલા હતા. 40 તરકીબ પૈકી 2 તરકીબ જેમાં બોમ્બ અને કાર્બન મોનોક્સાઇડ કેવી રીતે બનાવવો તે શીખ્યા હતા. આ આતંકીઓએ 8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ટેસ્ટ પણ કર્યો હતો. આતંકીઓએ જેહાદીના 43 પુસ્તકો પણ ડાઉનલોડ કર્યા હતા. ખડીયાસન મદ્રેસા ખાતે કેટલાક શખ્સોની એક્ટિવિટી હતી. મોબાઇલમાંથી બોમ્બ બનાવવાની PDF મળી આતંકીઓને અગાઉ બનાસકાંઠા પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પૂછપરછમાં આતંકી હોવાનું સામે આવ્યું હતું. આતંકીઓના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચરની PDF મળી હતી. આતંકીઓ જે બોમ્બ બનાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ PDF મળી હતી. કેવા બોમ્બ બનાવવા તેનું સાહિત્ય પણ મળ્યું હતું. આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું. આતંકીઓ પ્રો-જેહાદી હોવાનું સામે આવ્યું છે. પ્રો-જેહાદી હોવાથી આ આરોપીઓ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. 5 આતંકીઓ પાસેથી મળેલ સાહિત્ય જૈશ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આતંકીઓની વિચારધારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વાંસદામાં આંતરરાજ્ય અફીણ નેટવર્ક ઝડપાયું:ભાડાના મકાનમાંથી રૂ.18.68 લાખના મુદ્દામાલ સાથે 2 રાજસ્થાની યુવક પકડાયા, બે વોન્ટેડ જાહેર
    Next Article
    દમણ એરપોર્ટને બદલે એલાયન્સ એરની ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ:ખરાબ હવામાનના કારણે અમદાવાદથી દમણ જવાની કનેક્ટીંગ ફ્લાઈટ પણ રદ્દ, વિમાન સીધું દિલ્હી ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment