Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદામાં આંતરરાજ્ય અફીણ નેટવર્ક ઝડપાયું:ભાડાના મકાનમાંથી રૂ.18.68 લાખના મુદ્દામાલ સાથે 2 રાજસ્થાની યુવક પકડાયા, બે વોન્ટેડ જાહેર

    1 day ago

    નવસારી જિલ્લામાં નાર્કોટિક્સ પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે મોટી કાર્યવાહી કરી છે. SOG ટીમે વાંસદાના નિર્માણ રોડ પર આવેલા એક ભાડાના મકાનમાં દરોડો પાડી આંતરરાજ્ય અફીણ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં બે રાજસ્થાની આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 18.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બાતમીના આધારે SOG ટીમે સ્થળ પર દરોડો પાડ્યો પોલીસને બાતમી મળી હતી કે, વાંસદાના હનુમાનબારી ચુનઃખાડા ફળિયામાં આવેલા નટવરલાલ મીઠાલાલ શાહના ભાડાના મકાનમાં મૂળ રાજસ્થાનનો મંગલારામ જગમાલારામ ગેરકાયદેસર અફીણનો જથ્થો સંતાડી સ્થાનિક ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે SOG ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. 1.155 કિલોગ્રામ અફીણ સાહિત 18.68 લાખનો મુદ્દમાલ જપ્ત દરોડા દરમિયાન, આરોપીઓ પાણીના જગ અને સ્ટીલના ડબ્બામાં અફીણ સંતાડીને વેચાણ કરતા હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પરથી 1.155 કિલોગ્રામ અફીણ, ડિજિટલ વજન કાંટો, પાણીનો જગ અને સ્ટીલના ડબ્બા સહિતનો જથ્થો કબજે કર્યો હતો. કબ્જે કરાયેલા મુદ્દામાલમાં 1.155 કિલો અફીણ કિંમત ₹5,54,550, અફીણ વેચાણના રોકડા રૂપિયા ₹2,32,650, એક ગ્રાન્ડ વિટારા કાર કિંમત ₹10,00,000, બે મોબાઈલ ફોન કિંમત ₹80,000 અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. કુલ મળીને ₹18,68,600/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બે આરોપીઓ પકડાયા, બે વોન્ટેડ જાહેર આ કેસમાં 34 વર્ષીય મંગલારામ જગમાલારામ અને 34 વર્ષીય ગણેશારામ ભવરલાલ નામના બે રાજસ્થાની આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, દિનેશ ચુનીલાલ બિશ્નોઇ અને 25 વર્ષીય અજાણ્યા યુવકને વોન્ટેડ જાહેર કરાયો છે. નવસારી SOG ટીમે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ વાંસદા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નેટવર્કમાં અન્ય કોઈ સ્થાનિક કે આંતરરાજ્ય તત્ત્વો સામેલ છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મેળામાં સ્ટોલ-પ્લોટ રાખવા પ્રથમ દિવસે 86 ફોર્મ ઉપડયા:રેસકોર્સ મેદાનમાં 2થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમીનો લોકમેળો, રમકડાના 100, ખાણીપીણીના 48 સ્ટોલ રહેશે
    Next Article
    સિદ્ધપુરમાં ATSના ધામા, આતંકીના ઘરે સર્ચ ઓપરેશન:મકાનની અગાશીમાં બોમ્બ-વિસ્ફોટક પાઉડર બનાવી નદીમાં પરીક્ષણ કરતા; ટીમે મોહમ્મદને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment