Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેળામાં સ્ટોલ-પ્લોટ રાખવા પ્રથમ દિવસે 86 ફોર્મ ઉપડયા:રેસકોર્સ મેદાનમાં 2થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમીનો લોકમેળો, રમકડાના 100, ખાણીપીણીના 48 સ્ટોલ રહેશે

    1 day ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2થી 6 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે, ત્યારે તેમાં રાઈડસ માટેના પ્લોટ અને ખાણીપીણીના સ્ટોલ રાખવા માટે ફોર્મ વિતરણ આજે 20 જુલાઈથી શરૂ થઈ ચૂક્યું છે. આજે પ્રથમ દિવસે 86 ફોર્મ ઉપડયા હતા. ફોર્મ ભરીને 28 જુલાઈ સુધીમાં પરત આપવાના રહેશે. આ વખતે મેળામાં રમકડાના 100 તો ખાણીપીણીના 48 સ્ટોલ રહેશે. યાંત્રિક રાઈડ રાખવા માટે 31 ફોર્મ, તો અન્ય કેટેગરી માટે 55 ફોર્મ ઉપડયા રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાનારા જન્માષ્ટમીના 5 દિવસીય ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મેળાના 228 સ્ટોલ અને પ્લોટ માટે સોમવારથી તોરલ બિલ્ડીંગ, ઇન્ડિયન બેંક (કોર્ટ રોડ) ખાતેથી ફોર્મ વિતરણ થઈ રહ્યા છે. જે ફોર્મ ભરીને 28 જુલાઈ સુધીમાં ઇન્ડિયન બેંકમાં જ સબમિટ કરવાના રહેશે. ફોર્મ વિતરણ માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુનની 3 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ મેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવનાર છે. આજે પ્રથમ દિવસે કેટેગરી E,FG અને H એટલે કે યાંત્રિક રાઈડ રાખવા માટે 31 ફોર્મ ઉપડયા છે તો અન્ય કેટેગરી માટે 55 ફોર્મ ઉપડયા છે. પ્લોટ અને સ્ટોલના ભાવમાં રૂ. 2 હજારથી લઈ 12,000 સુધીનો તોતિંગ ભાવ વધારો બીજી તરફ, તંત્ર દ્વારા આ વખતે પ્લોટ અને સ્ટોલના ભાવમાં રૂ. 2000થી લઈ 12,000 સુધીનો તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેમાં ખાણીપીણીના સ્ટોલમાં રૂ. 2000થી 5000 અને રાઇડ્સના પ્લોટમાં રૂ. 5000થી 8000 સુધીનો વધારો કરાતાં વેપારીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. આ મામલે વેપારીઓ આગામી અઠવાડિયે રેસકોર્ષમાં બેઠક યોજશે. 100થી વધુ રેવન્યુ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ સુરક્ષા માટે આ વર્ષે પ્રથમવાર AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મેળામાં 150 સિક્યુરીટી ગાર્ડ, હાઇ ડેફીનેશન CCTV કેમેરા, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, 14 મુખ્ય ટાવર, 36 સાઉન્ડ ટાવર અને 3 ખાસ વિશ્રામ ગૃહો તૈયાર કરાશે. આ સમગ્ર વ્યવસ્થા માટે 100થી વધુ રેવન્યુ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Jana Nayagan teaser: Vijay handles firearms, wears police uniform, watch
    Next Article
    વાંસદામાં આંતરરાજ્ય અફીણ નેટવર્ક ઝડપાયું:ભાડાના મકાનમાંથી રૂ.18.68 લાખના મુદ્દામાલ સાથે 2 રાજસ્થાની યુવક પકડાયા, બે વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment