Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની સરકારી કચેરીઓમાં POSH ACT અંતર્ગત જાગૃતિ સેમિનારો યોજાયા:કાયદાકીય જોગવાઈઓ અને ફરિયાદ નિવારણ તંત્ર અંગે વિસ્તૃત માર્ગદર્શન

    1 day ago

    મોરબી જિલ્લામાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત અને સકારાત્મક કાર્યસ્થળ બનાવવાના હેતુથી વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 16 થી 30 જૂન દરમિયાન વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act-2013 અંતર્ગત તાલીમ અને જાગૃતિ સેમિનારો યોજાયા હતા.Fઆ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી, મહાનગરપાલિકા કમિશનરની કચેરી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013" વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. સેમિનારોમાં કાયદાના નિષ્ણાતોએ POSH Actની જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની રચના, ફરિયાદ નિવારણની ગોપનીય પ્રક્રિયા અને લિંગ સંવેદનશીલતા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત, મિશન શક્તિ, સંકલ્પ હબ, 181 મહિલા હેલ્પલાઇન, વન સ્ટોપ સેન્ટર અને શી-બોક્સ પોર્ટલ જેવી મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળને મહિલાઓ માટે વધુ સુરક્ષિત, સન્માનજનક અને કાયદા અનુસાર બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં જિલ્લાના તમામ વિભાગોમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    દમણ એરપોર્ટને બદલે એલાયન્સ એરની ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ:ખરાબ હવામાનના કારણે અમદાવાદથી દમણ જવાની કનેક્ટીંગ ફ્લાઈટ પણ રદ્દ, વિમાન સીધું દિલ્હી ગયું
    Next Article
    ફટાકડાનો માલ મોકલવાના બહાને વેપારી સાથે 98,600ની છેતરપિંડી:વડોદરામાં ટોળકીએ વેપારીના ઘરે જઈને રૂપિયા લઈ લીધા, ફટાકડા ન મોકલીને ઠગાઈ આચરી, 3 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment