Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફટાકડાનો માલ મોકલવાના બહાને વેપારી સાથે 98,600ની છેતરપિંડી:વડોદરામાં ટોળકીએ વેપારીના ઘરે જઈને રૂપિયા લઈ લીધા, ફટાકડા ન મોકલીને ઠગાઈ આચરી, 3 સામે ફરિયાદ

    1 day ago

    ફટાકડાનો માલ મોકલવાના બહાને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ફટાકડાના વેપારી સાથે 98,600 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેંક બંધ હોવાનું કહીને રોકડ રકમમાં લેવાની વાત કરી વડોદરાના તરસાલી ખાતે ધનિયાવી વિસ્તારમાં ફટાકડાનો વ્યવસાય કરતા અરવિંદ ખૈરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે અન્ય વેપારીઓ પાસેથી મળેલા મોબાઇલ નંબર પર 14 ફેબ્રુઆરીના રોજ સંપર્ક કર્યો હતો. ફોન પર તેમની રોયલ પટેલ સાથે વાત થઈ હતી. રોયલ પટેલે રાજકોટમાં ફટાકડાનો વેપાર કરે છે, તેમ જણાવ્યું હતું. રોયલ પટેલે ફટાકડાનો માલ તાત્કાલિક પહોંચાડી આપવાની ખાતરી આપી હતી અને 98,600 રૂપિયાનું બિલ વોટ્સએપ મારફતે મોકલ્યું હતું. બેંક ખાતાની વિગતો માંગતાં તેણે શનિવાર અને રવિવારે બેંક બંધ હોવાનું કહીને પોતાના માણસ રાકેશ પટેલ મારફતે રોકડ રકમમાં લેવાની વાત કરી હતી. ઠગ ટોળકીએ વેપારીના ઘરે જઈને 98 હજાર લઈ લીધા ત્યારબાદ રાકેશ પટેલે અરવિંદભાઈનો સંપર્ક કરી તેમના ઘરનું લોકેશન વોટ્સએપ પર મંગાવ્યું હતું. સાંજે 4 વાગ્યે બે અજાણ્યા વ્યક્તિઓ અરવિંદભાઈના ઘરે આવ્યા હતા. રાકેશ પટેલે જણાવ્યું હતું કે, રોયલ પટેલે મોકલ્યો છે. આ સમયે વિશ્વાસમાં આવી અરવિંદભાઈએ તેને 98,600 રૂપિયા રોકડા તેને આપી દીધા હતા. ફટાકડા ન મોકલીને ઠગાઈ આચરી, 3 સામે ફરિયાદ ત્યારબાદ અરવિંદભાઈએ અનેક વખત રોયલ પટેલનો સંપર્ક કરીને ફટાકડાનો માલ મોકલવાની માંગણી કરી હતી, પરંતુ તે વારંવાર બહાના બતાવતો હતો અને વાયદા કરતો રહ્યો હતો. આ દરમિયાન અરવિંદભાઈનો અકસ્માત થયો હતો. જેથી તેઓ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. ત્યારબાદ હવે સમગ્ર ઘટનાની જાણ કરીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીની સરકારી કચેરીઓમાં POSH ACT અંતર્ગત જાગૃતિ સેમિનારો યોજાયા:કાયદાકીય જોગવાઈઓ અને ફરિયાદ નિવારણ તંત્ર અંગે વિસ્તૃત માર્ગદર્શન
    Next Article
    जंतर-मंतर पार्ट 2: कनॉट प्लेस में लोगों का हुजूम, बदल गई दिल्ली की तस्वीर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment