Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનમ વાંગચૂકના સમર્થનમાં ભાવનગરમાં વિરોધ પ્રદર્શન યોજાયું:ઘોઘા ગેઇટ ચોક પાસે પોસ્ટર સાથે કોંગ્રેસ નેતા અને યુવાનો રસ્તા પર ઉતર્યા

    2 days ago

    નીટ પેપર લીક મામલે ન્યાયની માંગ સાથે મરણિયાં બનેલા સોનમ વાંગચૂક દ્વારા શરૂ કરાયેલી આમરણ ઉપવાસ ભૂખ હડતાલને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે, ત્યારે આ રાષ્ટ્રીય આંદોલનના સમર્થનમાં હવે ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના કુંભારવાડા વોર્ડના નગરસેવક કિશન મેર તેમજ સમર્થકો શહેરના વ્યસ્ત ગણાતા ઘોઘા ગેઇટ ચોક અને મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો સાથે સોનમ વાંગચૂકના સમર્થનમાં આવ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગને સમર્થન ​દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને પર્યાવરણવિદ્ સોનમ વાંગચૂકના સમર્થનમાં હવે ભાવનગરના યુવાનો અને આગેવાનો પણ મેદાને આવ્યા છે, નીટ (NEET) પરીક્ષાનું પેપર ફૂટવાના વિરોધમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ચાલી રહેલા આ આંદોલનને સમર્થન આપવા માટે ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કુંભારવાડા વોર્ડના નગરસેવક પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો ​નીટ પેપર લીક મામલે ન્યાયની માગ સાથે સોનમ વાંગચૂક છેલ્લા 20 દિવસથી અન્નનો ત્યાગ કરી ભૂખ હડતાલ પર બેઠા છે. દેશભરમાંથી અનેક નામાંકિત વ્યક્તિઓ અને સંગઠનો આ આંદોલનને ટેકો આપી રહ્યા છે, જેમાં CJP ના અભિજીત દિપકે સહિતના અગ્રણીઓ પણ જોડાયા છે. ​આ રાષ્ટ્રીય મુદ્દાના સમર્થનમાં ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના કુંભારવાડા વોર્ડના નગરસેવક કિશન મેર તેમજ અન્ય સમર્થકો દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા ઘોઘા ગેઇટ ચોક અને મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો રાખીને સોનમ વાંગચૂકને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લા પંચાયતની 7 સમિતિના ચેરમેન વરાયા:સામાન્ય સભા બાદ આજે તમામ સમિતિના ચેરમેનનું મોં મીઠું કરાવીને સન્માનિત કરાયા
    Next Article
    ₹72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં બે આરોપીઓ પકડાયા:કમલાબાગ પોલીસે મહારાષ્ટ્રના પૂણેના મદદગારી કરનાર બેને ઝડપી પાડ્યા, કોર્ટમાં રજૂ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment