Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વૈષ્ણોદેવી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ:અમદાવાદમાં આયોજિત ટુર્નામેન્ટમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો, સમાજમાં એકતા, મિત્રતા અને ભાઈચારાનો સંદેશ અપાયો

    1 day ago

    અમદાવાદના ગોતા સ્થિત SN બોક્સ ક્રિકેટ ખાતે 18 જુલાઈ, 2026 (શનિવાર) ના રોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વૈષ્ણોદેવી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમાજના યુવાનો અને ક્રિકેટપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓએ રમતગમતની ભાવના, શિસ્ત અને ટીમવર્કનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. રોમાંચક મેચો બાદ વિજેતા અને રનર્સ-અપ ટીમોને ટ્રોફી તથા સન્માનચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તમામ ખેલાડીઓ, આયોજકો અને ઉપસ્થિત સભ્યો માટે નાસ્તાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ સાથે મળીને આનંદપૂર્ણ ક્ષણો વિતાવી સમાજમાં એકતા, મિત્રતા અને ભાઈચારાનો સંદેશ મજબૂત બનાવ્યો હતો. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વૈષ્ણોદેવીના પ્રમુખ હિતેશભાઈ રામોલિયા, ઉપપ્રમુખ અંકિતભાઈ હિંદડ અને સચિવ કેવિનભાઈ રાખોલિયાના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જયદીપ સોજીત્રા, તુષાર માંગરોળિયા, સુનિલ કાનપરિયા, નીરવ ભુવા અને ચેતન સોજીત્રાએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. ખાસ કરીને અંકિતભાઈ હિંદડ અને જયદીપભાઈ સોજીત્રાએ ટીમોની રચનાથી લઈને સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન, સંકલન અને સફળ સંચાલનની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારવાડી યુનિવર્સિટીમાં NCC કેડેટ્સને AI, ડ્રોન તાલીમ મળી:રોબોટિક્સ અને જનરેટિવ AIનો પ્રાયોગિક પરિચય અપાયો
    Next Article
    લુણાવાડામાં નાસ્તાની લારીમાં આગ લાગી:ગેસ લીકેજની આશંકા, ફાયર વિભાગે સ્થિતિ સંભાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment