Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારવાડી યુનિવર્સિટીમાં NCC કેડેટ્સને AI, ડ્રોન તાલીમ મળી:રોબોટિક્સ અને જનરેટિવ AIનો પ્રાયોગિક પરિચય અપાયો

    1 day ago

    મારવાડી યુનિવર્સિટી દ્વારા રાજકોટ NCC ગ્રુપ અને 2 ગુજરાત ગર્લ્સ બટાલિયન NCCના સહયોગથી 16 અને 17 જુલાઈના રોજ બે દિવસીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેપ્સ્યુલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજીના ઝડપથી બદલાતા યુગમાં યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 NCC કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટ ગ્રુપ હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સુશિમ બિસ્વાસ, કર્નલ ભાસ્કર તોમર, મારવાડી યુનિવર્સિટીના ડીન – સ્ટુડન્ટ વેલ્ફેર ડૉ. રાજેશ પટેલ, ડૉ. મધુ શુક્લા, ડૉ. રાજકુમાર શર્મા, લેફ્ટનન્ટ ભૂમિ વરિયા અને એનસીસી ઓફિસર શુભમ ત્રિવેદીની ઉપસ્થિતિમાં થયું હતું. બે દિવસીય તાલીમ દરમિયાન કેડેટ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મૂળભૂત સિદ્ધાંતો, જનરેટિવ AI, 3D પ્રિન્ટિંગ, હ્યુમનોઇડ રોબોટિક્સ, Google Teachable Machine, NotebookLM, અસરકારક Prompt Engineering અને રાષ્ટ્રીય સુરક્ષામાં AIના ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ તાલીમમાં કેડેટ્સે હાથના સંકેતો અને ચહેરાની ઓળખ આધારિત પોતાના AI મોડેલ તૈયાર કર્યા હતા. આ ઉપરાંત, તેમણે AI આધારિત ડ્રોન ટેક્નોલોજી અને તેના નિયંત્રિત ઉડાનનો પણ પ્રાયોગિક અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમના સમાપન સમારોહમાં કર્નલ ભાસ્કર તોમરે તાલીમ આપનાર નિષ્ણાતોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે તમામ ભાગ લેનાર NCC કેડેટ્સને પણ ભાગીદારીના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. મારવાડી યુનિવર્સિટીના ડીન – સ્ટુડન્ટ વેલ્ફેર ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માત્ર ટેક્નોલોજી નહીં પરંતુ ભવિષ્યનું આવશ્યક કૌશલ્ય છે. NCC કેડેટ્સને AI, ડ્રોન અને નવીન ટેક્નોલોજી સાથે પરિચિત કરીને તેમને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ ભવિષ્યના નેતૃત્વ માટે વધુ સક્ષમ બનાવવામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો છે." આ કાર્યક્રમ દ્વારા મારવાડી યુનિવર્સિટીએ ટેક્નોલોજી આધારિત શિક્ષણ અને રાષ્ટ્રીય સેવા વચ્ચે સેતુ રચીને યુવાનોમાં ડિજિટલ કૌશલ્ય, નવીન વિચારસરણી અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત બનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્વામિનારાયણ શાળાના 35 સ્કાઉટ-ગાઈડને રાજ્ય પુરસ્કાર:ભાવનગર જિલ્લામાં શાળાનું ગૌરવ વધાર્યું
    Next Article
    સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વૈષ્ણોદેવી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ:અમદાવાદમાં આયોજિત ટુર્નામેન્ટમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો, સમાજમાં એકતા, મિત્રતા અને ભાઈચારાનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment