Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામિનારાયણ શાળાના 35 સ્કાઉટ-ગાઈડને રાજ્ય પુરસ્કાર:ભાવનગર જિલ્લામાં શાળાનું ગૌરવ વધાર્યું

    1 day ago

    ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘ દ્વારા વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત કરનાર સ્કાઉટ-ગાઈડના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જિલ્લાની 17 જેટલી શાળાઓના કુલ 103 સ્કાઉટ-ગાઈડને રાજ્યકક્ષાના સર્વોચ્ચ 'રાજ્ય પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા સંચાલિત ગોપીનાથજી સ્કાઉટ ટ્રૂપ અને લાડુબા ગાઈડ કંપનીના 35 સ્કાઉટ-ગાઈડનો સમાવેશ થાય છે. તેમણે રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત કરીને શાળા તેમજ ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમમાં રાજ્યના કૃષિ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ડૉ. નિકુંજ મહેતા, GCERT ગાંધીનગરના પૂર્વ નિયામક ડૉ. નલીનભાઈ પંડિત, જિલ્લા સંઘના પ્રમુખ નિશિતભાઈ મહેતા, જિલ્લા સ્કાઉટ કમિશનર જયેશભાઈ દવે, જિલ્લા ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટ તથા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળાના સ્કાઉટ-ગાઈડને રાજ્ય પુરસ્કાર માટે તૈયાર કરવામાં દીપકભાઈ કે. રાઠોડ અને જયેશભાઈ એ. સોમાણીએ સતત માર્ગદર્શન અને મહેનત કરી હતી, જેના પરિણામે શાળાના 35 વિદ્યાર્થીઓએ આ પ્રતિષ્ઠિત સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે શાળાના સંચાલક કે.પી. સ્વામીજી તથા શાળાના આચાર્ય ધર્મભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવારે રાજ્ય પુરસ્કાર મેળવનાર તમામ સ્કાઉટ-ગાઈડને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પેપર લીક મુદ્દે વિરોધ:સોનમ વાંગચુકને સમર્થન સાથે કલેક્ટર કચેરી સામે ધરણાં
    Next Article
    મારવાડી યુનિવર્સિટીમાં NCC કેડેટ્સને AI, ડ્રોન તાલીમ મળી:રોબોટિક્સ અને જનરેટિવ AIનો પ્રાયોગિક પરિચય અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment